શું! રેડ દરમિયાન મામલાને રફેદફે કરવા મસમોટા વહીવટ થયાન લોક ચર્ચા સત્ય સાબિત થશે….
દારૂના કટીંગ વાળી મેટરને છૂપાવવા બાજુમાંજ રહેલ અનાજના ગોડાઉનમાં રેડ કરી અને ત્યાં વહીવટ થયાની અફવા કે સત્ય શું!!!હકીકત બહાર આવશે…
શું!!! એસપી દ્વારા તપાસના આદેશ આપવામાં આવશે કે મામલાને દબાવી દેવામાં આવશે…
વિસ્તાર થી વાત કરીએ તો વાંકાનેર માર્કેટયાર્ડ પાસે થઈને જતા રાજાવડલા ગામના રસ્તા ઉપર આવેલ ગોડાઉનમાં ઈંગ્લીશ દારૂનું કટીંગ થવાની માહિતીના આધારે એલસીબી દ્વાર ફિલ્મી ઢબે રેડ કરવામાં આવી હતી પણ રેડ દરમિયાન રાજસ્થાની મજૂરો પકડાય આવે છે પણ ઇંગલિશ દારૂની એક પણ પેટી કે બોટલ હાથ ન લાગતા સમગ્ર વાંકાનેર પંથકના લોકોને વાત ગળે ઉતરતી નથી અને વાયુવેગે લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે કે રેડ દરમિયાન માલ ન મળ્યો હોવાનું એલસીબી દ્વારા જાહેર થતાં કઈક રંધાયું હોવાની વાતો એ જોર પકડ્યું છે
એલસીબી રેડ કરી જતી રહે અને વાંકાનેર સીટી પોલીસને જાણે મસમોટા જથો હાથ લાગ્યો હોય તેવા ઢોંગ રચાવી આ પ્રકરણ ઉપર પડદો નાખવાનું કામકરી રહી હોય તેવા દૃશ્યો સર્જાયા છે ત્યારે બંનેની મિલી ભગતથી કઈક દાળમાં કાળું હોવાની સંકાઓ મજબૂત બની રહી હોવાની પણ લોક મુખે ચર્ચાઓ થઈ રહી છે
ત્યાં ફરી પાછું આજ પ્રકરણને ઢાંકવા રેડ વાળી જગ્યાની આસપાસમાં આવેલ અનાજના ગોડાઉનમાં રેડ કરવામાં આવેલ જેમાં ચોખાનો જથો પકડાયેલ તેમાં મસમોટા વહીવટ કરવામાં આવેલ હોવાની વાતો લોકોમાં ફરતી કરવામાં આવે છે જેથી લોકોનું ધ્યાન કટીંગ વળી મેટર ઉપરથી હટી અને ચોખાની રેડવાળી વાત પર કેન્દ્રિત થાય અને મુખ્ય એજન્ડા પર કોઈને શંકા પણ ન જાય તેવું વાંકાનેરની જનતામાં ગણગણાટ સંભળાઈ રહ્યો છે જોકે એક નામ પણ ઉછળી રહ્યુ છે પણ હાલ અમે એ નામ લખી રહ્યા નથી
ખરેખર આ રેડ દરમિયાન સત્ય શું!!! હોય શકે એતો જો એસપી દ્વારા તપાસના આદેશ આપવામાં આવે તોજ બહાર આવી શકે અને જો એવું થાય તો પોલીસ અધિકારીઓથી માંડીને રેડ કરાવનાર દલાલના પણ તપેલાઓ ચડી જાય તેવી ચોરે અને ચોંટે ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે જોવાનું એ રહ્યું કે શું!!! એસપી તપાસના આદેશ આપશે. એ સૌથી મહત્વનો સવાલ વાંકાનેર માટે બની રહેશે. ખેર એતો આવનારો સમય જ બતાવશે…