મોરબી જિલ્લાના વાંકાનેરમાં પહોંચેલ ગુજરાત ગૌરવ યાત્રામાં જીતુ સોમાણી અને તેમના સમર્થકો દ્વારા મોહનભાઈ કુંડારિયા હાય હાય ના નારા લગાવી વિરોધ કરી યાત્રાના રૂટ વાળા રસ્તા ઉપરજ રોકવામાં આવી.
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાની ધાજીયા ઉડી જવાબદાર કોણ.
ગુજરાત ગૌરવ યાત્રામાં આવેલ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને અન્ય મંત્રી, વિધાયક, સાંસદની સુરક્ષાની જવાબદારી કોની. અન્ય છન્ય ઘટના બની હોત તો તેના જવાબદાર કોણ.
શુરક્ષામાં થયેલ ચૂકના કારણેજ વાંકાનેરની ઘટના બની હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં જ્યારે ગુજરાત ગૌરવ યાત્રા પહોંચે છે ત્યારે જીતુ સોમાણી અને તેમના સમર્થકો દ્વારા મોહનભાઈ કુંડારિયા હાય હાય ના નારા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને અગાઉથી નકી થયેલ યાત્રાના રૂટ પર મોહનભાઈ કુંડારિયા હાય હાયના નારાઓ લગાવી રસ્તા ઉપરજ ભીડ એકઠી થઈ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને અન્ય મંત્રી, વિધાયક, સાંસદનો રસ્તો રોકવામાં આવે છે ત્યારે એક સવાલ ઊભો થાય છે કે જો કેન્દ્રીયમંત્રી કે તેમની ટીમ જ શુરક્ષિત નથી તો એમ જનતા સુરક્ષિત કયાથી હોય સકે. જ્યારે કેન્દ્રની નરેન્દ્રભાઇ મોદીની સરકાર જે સુરક્ષાના નામે મોટામોટા બંગાઓ ફૂકી રહી છે તે વાતો તદન પાયા વિહોણી હોવાનું સાબિત થઈ રહી છે અને મોરબી જિલ્લામાં સુરક્ષાના નામે મીંડું હોવાનું લોક મુખે ચર્ચાઓ થઈ રહી છે