Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

ભારે કરી વાંકાનેર અને ચોટીલા પોલીસ વેપારીની સોપારી ચાવી ગઇ…

સોપારી કાંડમાં વાંકાનેર અને ચોટીલા પોલીસની એક પેટીમાં દિવાળી સુધરી હોવાની લોકમુખે ચર્ચાઓ…

વાંકાનેર સોપારી કાંડમાં તોળપાણી કરનાર વાંકાનેર પોલીસ સ્ટાફમાથી કોણ!!!…

કરે કોઈ ઓર અને ભરે કોઈ ઓર જેવી ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ વાંકાનેરના વેપારીની…

પીઆઈ કડક ઓફિસરની છાપ ધરાવતા હોવા છતાં તેમના નાક નીચે આવા કાંડો થઈ રહ્યા છે કે પછી રહેમ નજર હેઠળ થઈ રહ્યા છે તેવું વાંકાનેરની જનતા પૂછી રહી છે

જોજો હો નિર્દોષ વેપારીની સોપારી ચાવતા દાત ન પળી જાય વાંકાનેર ફ્રોમ ચોટીલા પોલીસ…

પોલીસ નું નામ પડે એટલે ભલ ભલાના ટાંટીયા ધ્રુજવા લાગે, પછી એ કોથળી હોય કે ડબલા કે જુગાર કે પછી પાન મસાલા માં વપરાતી સોપારી હોય તો પણ પોલીસ આવી જાય એટલે કાંઇ હાથ ન આવે તો છેલ્લે પાન મસાલામાં વપરાતી સોપારી પણ ઘચઘચાવી જાય આવી ચર્ચા વાંકાનેરમાં ચોરે ને ચોકે લોક મુખેથી સાંભળવા મળે છે
વાત જાણે એમ છે કે ચોટીલા પોલીસ એક સોપારી ચોરીના ગુના હેઠળ એક આરોપીને ઝડપી તપાસ અર્થે વાંકાનેર આવી હતી, વાંકાનેરના એક પાન મસાલા ના વેપારી એ ચોરી નો આરોપી છે તેની પાસેથી સોપારી ખરીદી હતી વાંકાનેર પોલીસને સાથે રાખી ને ચોટીલા પોલીસે વેપારીની ઉલટ તપાસ હાથ ધરી પછી શું! વેપારી ને માથે આવે દિવાળી એટલે ચોટીલા પોલીસ અને વાંકાનેર પોલીસને જે ખેલ પાડવાનો હતો તે મુજબ નો રોફ જમાવ્યો એકબીજા કડક અધીકારી હોય તપાસમાં કોઈનું ચાલશે નહીં ચોરીનો મુદ્દામાલ ખરીદવો ગુનો છે , મુખ્ય ગુનેગારની વ્યાખ્યામાં ખરીદનાર આવી જશે સાહેબ બહુ કડક છે જેવા રોફ ચાલુ થતાં વેપારી ની પાવલીની કિંમત સવા રૂપિયો બરાબર કહેવત મુજબ વેપારી તાબે થઈ જતાં ચોટીલા પોલીસ અને વાંકાનેર પોલીસે વેપારીની સોપારી ચાવી, બિલાડી શિકાર કરીને છાના પગલે પાછી વળે તેમ પોલીસે શિકાર કરીને રાબેતા મુજબ બીજા શિકાર માટે નિકળી ગઇ હતી અને વેપારીની દિવાળીની પોલીસે જાણે કોઈ ને ગંધ ન આવે એ રીતે સોપારી ચાવી લીધી હતી


આ મળતી લોક મુખે ચર્ચા અનુસાર જો ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તો વાંકાનેર સાથે સાથે ચોટીલા પોલીસના અમુક કર્મચારીઓ ના તપેલાં ચડે તેવી લોક ચર્ચા હાલ વાંકાનેરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે

જોકે ઉચ્ચ અધિકારીઓ હંમેશા મોટા કામોમાં વ્યસ્ત હોય છે પણ નિચે જે સિસ્ટમ સડી ગયેલ છે તે તરફ પણ મીટ માંડવી જોઇએ આવા નાના મોટા બનાવો દરરોજ બનતા હોય છે પણ કોઈ બાપલા પોલીસ ની કરતુતો ની માહિતી ઉચ્ચ અધિકારીઓ ને આપતાં ડરતાં હોય છે કારણ કે નિચે થી સિસ્ટમ સડી ગયેલ હોય છે તે ઉપર સુધી પહોંચી ગઈ હોય તો બાતમી કે માહિતી આપનારના શું હાલ થાય તેવો પણ ડર નાની પ્રજા માં હોય જેથી આવી બિનકાયદેસર તોડપાણી નું ચક્ર ઉચ્ચ અધિકારીઓ સુધી નથી પહોંચી શકતું

Related posts

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોળી સ્પર્ધા યોજાઈ

Gujarat Darshan Samachar

નવરાત્રી દરમ્યાન થતા લવ જિહાદ ના કિસ્સાઓ રોકવા હિન્દુ જાગરણ મંચ-જામનગર દ્વારા કલેક્ટર શ્રી ને જાહેરનામું બહાર પાડવામાં આવેદન

Gujarat Darshan Samachar

*આદિપુર વિસ્તારમાં નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો*

Leave a Comment

टॉप न्यूज़