મોરબી : મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં વહેલી સવાર સુધીમાં આશરે 132 જેટલા મોત થયાનું જાણવા મળ્યું છે. તંત્રના જણાવ્યા મુજબ દુર્ઘટના પછી આશરે 177 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 19 લોકોને નાની-મોટી ઈજા હોવાથી વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ રખાયા છે. જેમાંથી ત્રણ વ્યક્તિને રાજકોટ રીફર કરવામાં આવ્યા છે. તેમજ વાંકાનેર સિવિલ હોસ્પિટલે તેમજ સાઈ ઓથોપેડીક હોસ્પીલે પણ લોકો સારવાર માટે આવી પહોંચ્યા હતા જેની જાણ વાંકાનેરના મહારાજા કેશરીદેવસિંહ ઝાલાને થતાં તાત્કાલિક ધોરણે વાંકાનેર હોસ્પિટલે દોડી આવ્યા હતા અને ડોકટરોને તેમજ સ્ટાફને સૂચનાઓ આપવામાં આવી હતી અને અન્ય લોકો સારવાર માટે આવે તો તેમના માટે તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી
તેમજ આ ગોઝારી ઘટનામાં વાંકાનેરના સોહિલ રફિકભાઈ સૈયદનું મુત્યુ થયું હતું જેમના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી અને અંતિમ વિધિ પહેલા કેશરીદેવસિંહ ઝાલા દ્વારા મૃતકને શ્રાદ્ધજલી પાઠવી હતી
તેમજ અન્ય જે લોકો વાંકાનેરની હોસ્પિટલમાં સારવાર માટે આવેલ હતા તેમની પણ મુલાકાત લઈ અને વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી
મોરબીના આ દુઃખદ ઘટનાના સમાચાર મળતાજ કેશરીદેવસિંહ ઝાલા તાત્કાલિક મોરબી પહોંચી અને તંત્રસાથે ચર્ચાઓ કરી અને તેઓ અને તેમની ટીમ આ તકે તંત્ર અને લોકોની સાથે છે તેવું આહવાન કરવામાં આવ્યું હતું
બીજી તરફ પુલ તૂટ્યા પછી મચ્છુ નદીમાં ગરકાવ હતભાગીઓને શોધવા આર્મી, નેવી, એરફોર્સ, એન.ડી.આર.એફ., ફાયર બ્રિગેડ સહિતની ટીમોએ આખી રાત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મંત્રી બ્રિજેશભાઈ મેરજા, રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી વગેરેએ પણ અડધી રાતે ઘટનાસ્થળે જઈને બચાવ ઓપરેશનને રૂબરૂ નિહાળીને દિશાસૂચન કર્યા હતા.
જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળતી વિગતો મુજબ, ઝૂલતા પુલની દુર્ઘટના બન્યા પછી, તંત્ર તુરંત જ સક્રિય થઈ ગયું હતું અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. આ ઉપરાંત અન્ય સ્થળોની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચવા તાત્કાલિક ધોરણે સૂચનાઓ આપવામાં આવી હતી