મોરબી જિલ્લાના વાંકાનેરમાંથી અવારનવાર ગાંજાનો જથ્થા સાથે જુદાજુદા શખ્સો પકડાતાં રહ્યા છે અને વાંકાનેર ગાંજાનું હબ બની ગયું હોય તેવું મોરબી જીલ્લામાં જોવા મળી રહ્યું છે તે દરમિયાન મોરબી જિલ્લા એસઓજીની ટીમને મળેલ બાતમીના આધારે વાંકાનેરની બાઉન્ડ્રી પાસેથી 3,500 કિલો ગાંજાના જથ્થા સાથે એક મહિલાને પકડવામાં આવી છે અને તે મહિલા સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોધવામાં આવ્યો છે જોકે હાલમાં પોલીસ દ્વારા પકડાયેલ ગાંજો મહિલા ક્યાંથી લાવી હતી તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરયેલ છે
અને એ વાત પણ લોક મુખે ચર્ચાઈ રહી છે કે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના હેઠળ આવતા વિસ્તારમાં ગાંજો, અને દારૂનો સૌથી વધારે વેપલો ચાલી રહ્યો છે જે મોરબી જિલ્લામાં રેકોર્ડ બ્રેક જોવા મળી રહ્યો છે સરમ જનક વાત તો એ છે કે તેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓની રહેમ નજર હેઠળજ મસમોટા હપ્તાઓ ઉઘરાવી અને પરમિશન આપવામાં આવે છે એટલા માટેજ તાલુકા પોલીસ દ્વારા ક્યારેય પરમિશન વાળા ગાંજા કે દારૂના પોઇન્ટ ઉપર રેડ કરવામાં આવતી નથી ટૂંક સમયમાં આવા ભ્રષ્ટ પોલીસ અધિકારીઓને નામ સહિત ગુજરાત દર્શન સમાચાર ખુલ્લા પડશે…
મોરબી જિલ્લામાં નશીલા પદાર્થનું જુદા જુદા વિસ્તારોની અંદર વેચાણ થતુ હોય છે જેને ડામવા માટે થઈને સ્થાનિક પોલીસ એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા કવાયત કરવામાં આવતી હોય છે. જો વાત કરીએ તો ગાંજાનું વેચાણ સૌથી વધુ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં થતું હોય તેવું અત્યાર સુધીનો રેકોર્ડ જોવા મળ્યું છે. અને છેલ્લા સમયગાળાની વાત કરીએ તો એસઓજીની ટીમ દ્વારા એક નહીં પરંતુ અનેક વખત વાકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગાંજાની રેડ કરીને ત્યાથી ગાંજાના મોટા જથ્થા સાથે જુદા જુદા શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે અને તેના કનેક્શન સુરત સુધી હોય તેવું પણ ભુતકાળમાં સામે આવ્યું છે હાલમાં એસઓજીના પીઆઇ એમ પી પંડયા અને તેની ટીમ દ્વારા સ્થાનિક પોલીસને સૂતી રાખીને વાંકાનેર બાઉન્ડ્રી પાસે ગાંજાની રેડ કરવામાં આવી છે અને ત્યાંથી 3.500 ગાંજાના જથ્થા સાથે મહિલાને પકડી લેવામાં આવી છે અને તેની પાસેથી 35,000 ની કિંમત નો ગાંજાનો જથ્થો તથા 5000 રૂપિયાની કિંમતનો મોબાઇલ આમ કુલ મળીને 40,000 ની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે જે મહિલા પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો છે તેનું નામ કરીમાબેન સાગરમાઇ નોંધાણા જાતે કોળી ઉમર વર્ષ 25 રહે સપના હોટલની પાછળ ચોટીલા વાળી છે હાલમાં તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને આ મહિલા ગાંજાનો જથ્થો ક્યાંથી લઈને આવી હતી અને કોને આપવાની હતી તે દિશામા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.