Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

વાંકાનેર : તાલુકા પચાયતનો ભ્રસ્ટાચાર ચરમ સીમાએ તો સુપરસીડ કેમ!!! નહિ…

તાલુકા વિકાસ અધિકારીને ગુજરાત દર્શન સમાચારની 48 કલાકની ખૂલી ચેલેન્જ ટાઇમ અને તારીખ તમે આપો તમારો ભ્રષ્ટાચાર અમે તમારા હાથમાં આપીશું મો.91064 78685 …
જનતા માટે હોવાની મોટી મોટી વાતો કરનાર ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીનો ગરમીનો પારો આસમાને પોતાની ચેમ્બરને પોતાની જાગીર સમજનાર અધિકારી સામે ભાજપે ઘૂંટણ ટેકવી દીધા કે શું!!! તો જવાબદાર અધિકારી કોઈની સાથે ગેર વર્તન ઓફિસમાં કઈ રીતે દાખવી સકે. આ તાલુકા વિકાસ અધિકારી ઉપર કોની રહેમ નજર.
વાંકાનેર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીની રહેમ નજર હેઠળ અને તેના કર્મચારીઓની મિલી ભગતથી થયેલા ખુલ્લા ભ્રષ્ટાચાર જોઈ આગળની તાલુકા પંચાયતને પણ સરમાવે તેવી હાલની પરિસ્થિતિ. જનતા માટે તો ઉલમાંથી ચૂલમાં, જોવા જેવી થઈ, દે ભીખ દે હવે તો આવતો સમય જ બતાવશે…

ભારતીય જનતા પાર્ટીની વાંકાનેર તાલુકા પંચાયતમાં અધિકારીઓ દ્વારા ખુલ્લો ભ્રષ્ટાચાર છતાં આંખ આડા કાન. વાંકાનેરની જનતા પણ હવે સમજુ થઈ ગઈ છે સતાનો ગેર ઉપયોગ ભારે પડી સકે.
ભારતીય જનતા પાર્ટીની બહુમતી વાળી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીની ચૂંટણી ટાઈમે જ લુખી દાદાગીરી છતાં ભાજપના પદાધિકારીઓ મોન. રાજાશાહી પછી પહેલી વખત તાલુકા પંચાયતમાં અધિકારી શાહી આવી છે ભાજપની ડબલ એન્જિનની ભરોસાની સરકારમાં જનતાના વિશ્વાસને પાડો અવ્યો…
વાંકાનેર નગર પાલિકામાં લોકોના કામ ન થતાં હોવાના કારણે અને ભ્રષ્ટાચારના કારણે જો સુપર સીડ કરવામાં આવતી હોય તો વાંકાનેર તાલુકા પંચાયતને પણ સુપરસીડ કરવી જ જોઈએ વિકાસના કામોના નામે અધિકારીઓ દ્વારા ઉઘાડી લુંટ કરવામાં આવિ રહી છે ત્યારે તાલુકા પંચાયતના જવાબદાર પ્રમુખ કેમ જાણી જોઈને આંખ આડા કરી રહ્યા છે ત્યારે જનતાની એકજ માંગ સુપરસીડ..

વિસ્તારથી વાત કરીએતો ગઈ તાલુકા પંચાયતના ઇલેક્શનોમાં ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકીને લોકોએ ખોબલને ધોબલે મતો આપી અને રાજાશાહી બાદ સૌ પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીની વાંકાનેર તાલુકા પંચાત બનાવવામાં આવી હતી ત્યારે જનતા દ્વારા એક પરિવર્તનના ભાગ રૂપે તેમજ ઘણી બધી આશાઓ સાથે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરવામાં અવ્યો હતો તે આજે લોકહિત માટે નઠ્ઠારો સાબિત થયો અમુક લોકોના હિસાબે અનેક લોકોને ભોગવવું પડી રહ્યું છે ભારતિય જનતા પાર્ટીના જેઓ ખુલા સમર્થકો રહ્યા છે તેવા લોકોના આજની તારીખમાં કામો નથી થયા તો શું!!! જનતાના કામો થશે. અને લોક મુખે સાંભળવા પણ મળ્યું છે કે કોંગ્રેસના એક પણ સરપંચોને તાલુકા પંચાયતે આવવાની જરૂર નથી રહેતી તેમના તમામ બીલો ઘરે બેઠા જ મળી જતા હોય છે ત્યારે કોંગ્રેસ માટે જ અધિકારીઓ કામ કરતા હોય તેવો ઘાટ જોવા મળ્યો ત્યારે હવે જનતાએ વિચારવાની ખાસ જરૂર વિશ્વાસ કોના ઉપર મુકવો. ક્યારે કોણ શું!!! કરી શકે પોતાના ખિસ્સા ભરવા માટે, જાગૃત જનતાને જાકારો આપનાર અધિકારીઓની જાગીર બની ચૂકી છે ત્યારે વાંકાનેર તાલુકા પંચાયતમાં રાજા શાહી ચલાવનાર અધિકારીઓની બોલબાલા અને ચૂંટાઈને આવેલા મુક પ્રેક્ષક બની તાળીઓ ફૂટી ને રચ્યા પચ્યા હવે જોવું રહ્યું કે આ તાલુકા પંચાયતને સુપરસીડ ક્યારે કરવામાં આવશે કે પછી હમ સબ ભાઈ ભાઈ…

Related posts

બનાસકાંઠામાં મુશળધાર વરસાદથી તારાજી સર્જાઈ, અનેક ઘરોમાં 4 ફૂટ પાણી ભરાયા

ડ્રગ્સ કારોબારી બંધ કરવા, અને મોંઘવારી, બેરોજગારી ના વિરોધમાં ગુજરાત બંધના પગલે સિક્કા સજડ બંધ, બંધની અપીલ કરતા જિલ્લા પ્રમુખ અને આગેવાનોની અટકાય કરતી પોલીસ

Gujarat Darshan Samachar

વાંકાનેર : પોલીસમાં ફરજ બજાવતા લોકરક્ષક દર્શિતભાઈ ગીરીશભાઈએ 6000 રૂપિયા મૂળ માલિકને પરત કર્યા…

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़