કોંગ્રેસ, ભાજપ બનેનો સફાયો જાડુ કરે તો નવાઈ નહિ કોળી ઇફેક્ટ.
ભારતીય જનતા પાર્ટી દ્વાર વાંકાનેર 67 વિધાનસભામાં કોળી સમાજના 14 જેટલા ઉમેદવારોએ ટિકિટ માટે હાઈકમાંડ પાસે ટિકિટની માંગણી કરવામાં આવી હતી અને તેમના સિવાય વાંકાનેરના રાજવી પરિવારમાંથી કેશરીદેવસિંહ ઝાલાનું નામ પણ સૂચવવામાં આવ્યું હતું કોળી સમાજ અને રાજવી પરિવાર દ્વારા દિલ્હી સુધી જણાવવામા આવ્યું હતું કે આ બેઠક ઉપર કોળી સમાજના 90,000 હજાર જેટલા મતનો જથો હોવા છતાં પણ છેલ્લા ઘણા સમયથી કોળી સમાજને ટિકિટ આપવામાં આવતી નથી જેના લીધે ભાજપે આ સીટ ગુમાવવી પડે છે
આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં કેશરીદેવસિંહ ઝાલાને અથવા કોળી સમાજને ટિકિટ આપવામાં આવે તો આ સીટને બહુમતીથી જીતિ શકાય તેમ છે તેવી વાત ઉપર સુધી પહોંચાડી હોવા છતાં આ બેઠક ઉપરથી જે છેલ્લા ત્રણ ટર્મથી હારતા ઉમેદવાર જીતુ સોમાણીને રીપીટ કરવામાં આવતા સૌરાષ્ટ્રના કોળી સમાજના આગેવાનો દ્વારા નકી કરવામાં આવ્યું કે જે ભાજપ પક્ષ સાથે વષોથી જોડાયેલા છીએ છતાં પણ ટિકિટ આપવામાં જો લાગવગ શાહીથી ટિકિટ આપવામાં આવતી હોય અને કોળી સમાજની અવગણના કરવામાં આવતી હોવાથી તેમજ વાંકાનેર તાલુકા સંગઠન અને શહેર સંગઠન તેમજ વિવિધ મોરચાની લાગણી અને માંગણી કોળી સમાજ સાથે હોવા છતાં પણ જીતુ સોમાણીને ટિકિટ આપીને સર્વો પરી બનાવતા ભાજપનો આંતરિક ગજગ્રાહ જોવા મળી રહ્યો છે અને કોળી સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા ભાજપમાં મતદાન ન કરવાનું નકી કરી અને ખૂલી જાહેરાત કરવામાં આવતા મામલો ગરમાયો છે અને પ્રદેશ નેતાગિરિ પણ દોડતી થઈ ગઈ છે કેમકે વાંકાનેર કુવાડવા સીટ ભાજપે ગુમાવી પડશે એમાં કોઈ શંકા જ નથી
કોને ફાયદો કોને નુકસાન : વાંકાનેર 67 વિધાનસભા માથી કોળી સમાજને ટિકિટ ન મળતા હાલ જે બળવો થયો છે તેનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિક્રમ સોરણી ને થવાનો નિશ્ચિત માનવામાં આવી રહ્યું કોળી સમાજનો ઉમેદવાર હોવાથી કોળી સમાજના મતો બહોળી સંખ્યામાં આમ આદમી પાર્ટીને આપી અને ઇતિહાસને પુનરાવર્તન કરવા કોળી સમાજ જઈ રહ્યો છે અને પોપટ જીંજરિયા વખતે જે થયું હતું તેવું હાલ જણાઈ રહ્યું છે
જેની સીધી અસર ભાજપના ઉમેદવાર ઉપરતો પડીજ રહી છે પણ સાથે સાથે કોંગ્રેસની ત્રણ ટ્રમથી જીતતા આવતા મહંમદજાવિદ પીરઝાદાની ખુરશી પણ ખતરામાં હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામિ રહી છે જેના લીધે કોંગ્રેસ પણ પોતાની સીટ ગુમાવી સકે છે ભાજપ કોંગ્રેસના આંકડાઓના ગણિત વેર વિખેર કરી પશાઓ પલટી ઇતિહાસ રચાઈ સકે તેવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે