હાલ વાંકાનેર 67 વિધાનસભાના રાજકારણમાં ખૂબ જ ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ,ભાજપ,અને આપ પોતાનું એડી ચોટીનું જોર, લગાવી રહ્યા છે અને મતદારોને રીઝવવા તમામ પ્રયાસો થઈ રહ્યા છે સામ, દામ,દંડ,ભેદ જેવી કૂટનીતિનો પણ ઉપયોગ ભરપૂર રીતે શરૂ થઈ ચૂક્યો છે ત્યારે અમુક કૂટનીતિઓથી ફાયદો પણ થય સકે છે અને મોટું નુકશાન પણ થવાની સંભાવનાઓ હોવા છતાં પણ તમામ પક્ષો કૂટનીતિનો ઉપયોગ કરી પોત પોતાની જીતના ગુણગાન ગાઈ રહ્યા છે ત્યારે જોવાનું એ રહ્યું કે મેદાન કોણ મારશે. જનતા કોને પસંદ કરશે એતો જોવું રહ્યું.
હાલ વાંકાનેર 67 વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીમાથી કોળી સમાજને ટિકિટ ન મળતા વિરોધનો વંટોળ ઉઠ્યો હતો ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ જોવા મળ્યો હતો જેના લીધે આજે પણ કોળી સમાજમાં અસંતોષ જોવામળી રહ્યો છે જેના લીધે ભાજપના ઉમેદવાર જીતુ સોમાણીને ભારે અસર પડી સકે તેવા સંજોગો ઊભા થયા છે જેનો સીધો ફાયદો કોંગ્રેસ અને આપ પાર્ટીના ઉમેદવારોને થઈ રહ્યો હોય તેવું વોટરો દ્વારા જાણવા મળી રહ્યું છે