નવઘણ મેઘાણીનું ચિત્ર હજુ સ્પષ્ટ નથી થયું હાલ તેઓ કોંગ્રેસમાંજ છે અને તેમના દીકરા અશ્વિન મેઘાણીએ કેસરિયો ધારણ કરી ગુજરાતના વિકાસમાં જોડાયા છે
જાણવા મળતી માહિતી મુજબ કોંગ્રેસના જૂના અને પીઢ કાર્યકર નવઘણ મેઘાણીએ ભાજપનો ખેસ ધારણ કર્યો નથી તેઓ કોંગ્રેસમાજ રહેસે અને તેમના દીકરા અશ્વિન મેઘાણીએ જાહેરમાં ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે ભાજપની ડબલ ઇંજીનની સરકારમાં વિકાસમાં સહભાગી થવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે ત્યારે જૂનો નાતો તોડી કોંગ્રેસને બાયબાય કહ્યું છે
બાપ કોંગ્રેસમાં અને દીકરો ભાજપમાં એકજ ઘરમાં બંને પાર્ટી કઈક અજુગતું લાગી રહ્યું છે ત્યારે વાંકાનેરના રાજકારણમાં શિયાળાની કડકડતી ઠંડની ઋતુમાં પણ ગરમાવો લાવી દીધો છે કોંગ્રેસના ગઢમાં જૂના અને પીઢ આગેવાનો જ તૂટતાં હાલ કોંગ્રેસના ઉમેદવાર મહંમદજાવિદ પીરઝાદા માટે ચિંતાનો વિષય છે અને હજુ પણ અનેક સમીકરણો બદલાઈ સકે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે
નવઘણ મેઘાણી અને તેમના દીકરા અશ્વિન મેઘાણી પીરઝાદા કુટુંબના ખુબજ નજીકના સંબંધો ધરાવતા હતા અને રાજકીય રીતે પણ તેઓને ચુટાવી અને મરજી મુજબના પદો આપવામાં આવતા હતા તેમ છતાં અશ્વિન મેઘાણીએ જ્યારે કેસરિયો ધારણ કર્યો છે ત્યારે તેવું કહી સકાય કે ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણી આ વખતે લડી લેવાના મૂડમાં હોય તેવું દેખાય રહ્યું છે અને સૂત્રો માથી મળતી માહિતી મુજબ શક્યતાઓ સેવાઈ રહી છે કે હજુ પણ કોંગ્રેસના ગઢના કાંગરા ખરે તો નવાઈ નહી આવતા દિવસોમાં કોંગ્રેસે દરરોજ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવા ચોકઠાં ગોઠવાઈ રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે શું!!! કોંગ્રેસ તૂટતી રોકી શકાશે કે પછી ભંગાણ પડશે તેના પર સમગ્ર 67 વિધાનસભાની મિટ મંડાઈ છે