વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગામોની અંદર ખુલ્લે આમ દેશી અને ઈંગ્લીશ દારૂનું વેચાણ શું!!! તાલુકા પીએસઆઈની રહેમ દૃષ્ટિ સિવાય થઈ સકે જનતાનો ખુલ્લો સવાલ.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અનેક ગામોમાં ખૂલે આમ દેશી તથા ઈંગ્લીશ દારૂનું વેચાણ કોઈ રોક ટોક વગર તાલુકા પોલીસની રહેમ નજર હેઠળ જ કરવામાં આવી રહ્યું છે અને જેતે વિસ્તારના જમાદારોની મિલીભગતથી ચાલતુ હોવાની તેમજ મસમોટા હપ્તાઓ પણ લેવામાં આવતા હોવાની લોક મુખે ચર્ચાઓ થઈ રહી છે ત્યારે હાલ વિધાનસભાની ચૂંટણીઓનો માહોલ હોય ત્યારે જ ખુંલે આમ દારૂની રેલમ છેલ જોવા મળી રહી છે અને તાલુકા પીએસઆઇ પણ આંખ આડા કાન કરી બુટલેગરોને છાવરી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે
જ્યારે દારૂના કેશમાં કોઈ બુટલેગરોને લઇ આવવામાં આવે ત્યારે અટક કરી તાત્કાલિક ધોરણે જામીન આપી દેવામાં આવે છે અને અન્ય સામાન્ય વ્યક્તિને ચોવીસ કલાક રાખવામાં આવે, બુટલેગરોને પાસેથી તાત્કાલિક ધોરણે જામીન આપવાના દસ હજારથી ત્રીસ હજાર સુધીના તોડપાણી કરવામાં આવતા હોવાની અનેક ફરિયાદો પણ અમોને મળેલ જેના એનું સંધાને અમે ક્યાં ગામમાં કેટલો દારૂ વેચાય છે તેના પ્રૂફ સહિત સામે લાવીશું અને જરૂર પડ્યે વિજિલન્સને બોલાવી તાલુકા પોલીસ સ્ટેશનની પોલ પણ ખોલસુ અને આવતા દિવસોમાં નામ સહિત અનેક ખુલાસાઓ કરવામાં આવશે.