આતે ટ્રાફિક જમાદાર કે હપ્તાખોર જમાદાર લોક મુખે ચર્ચાઓ.
વાંકાનેર નેસનાલ હાઇવે 27 ચોકડી ઉપર ટ્રાફિક સમસ્યાના લીધે અનેક લોકોએ એકસીડન્ટમાં જીવ ગુમાવ્યા હોવા છતાં પણ ટ્રાફિક જમાદાર વિજયની બેદરકારી સામે આવી રહી છેઇકો અને રિક્ષાઓ વાળા નેશનલ હાઇવે 27 જકાત નાકા ચોકડી પાસે ચારે ચાર સાઈડમાં અડધો રોડ બ્લોક કરી દેવામાં આવે છે તેમજ સર્વિસ રોડ પણ બ્લોક કરી દેવામાં આવે છે ત્યારે બ્લોક કરનાર વાહનોને મેમાં આપવાની જગ્યાએ નિર્દોષ ફોરવ્હીલરને દંડ આપવામાં આવ્યો અને એ પણ ક્યાંય અડચણ રૂપ ન હોવા છતાં ત્યારે લોક મુખે ચર્ચાઓ થઈ રહી છે કે વિજય નામનો ટ્રાફિક જમાદાર રિક્ષાઓ અને ઇકોવાળાને છાવરી રહ્યો છે તેનું મુખ્ય કારણ હપ્તા ખોરી છે
અને અહીંયા હપ્તા ખોરીની સિસ્ટમના કારણે જમાદાર જકાતનાકા ચોકડી ઉપર આડેધડ પાર્ક થયેલા વાહનો હટાવવાની તસ્દી પણ લેતો નથી જેને ધ્યાને લઈને ગુજરાત દર્શન સમાચાર દ્વારા બે દિવસ પહેલા હાઇવે જકાતનાકા ચોકડી ઉપરથી લાઈવ કવરેજ કરવામાં આવ્યું હતુ જેમાં આ વિજય નામના ટ્રાફિક જમાદાર દ્વારા વાંકાનેર શહેરમાં ક્યાંય કોઈ પણ જગ્યાએ ટ્રાફિકની કામગીરી કરવામાં આવતી નથી તેવું બતાવવામાં આવ્યું હતું
તેથી આ વિજય નામના હપ્તાખોર જમાદારને સારું ન લાગતા ગુજરાત દર્શન સમાચારને ખૂલી ધમકી આપવામાં આવી જેની ફરિયાદ વાંકાનેર સીટીપોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવિ છે અને પત્રકાર વિરૂદ્ધ ખરાબ વાણીવર્તન કરવા બદલ તાત્કાલિક ધોરણે પગલાં લેવા પત્રકાર એકતા સંગઠન દ્વારા માગ કરવામાં આવી છે અન્યથા પત્રકાર એકતા સંગઠન દ્વારા સમગ્ર ગુજરાત માંથી ઉગ્ર કાર્યક્રમ પણ આપવામાં આવશે
વાંકાનેર શહેરના જકાતનાકા ચોક, જીનપરા ચોક, પોલીસ લાઇન ચોક, ખાટકી પરા ચોક, ભમરીયા કૂવા ચોક, માર્કેટ ચોક, નાસ્તા ગલી, મેન બજાર,ગ્રીન ચોકથી સ્ટેશન રોડ જેવા અનેક સ્થળોએ લોકો ટ્રાફિક થી પરેશાન થઈ રહ્યા છે ત્યારે આ જમાદારે એક પણ જગ્યાએ ટ્રાફિક થી છુટકારો મળે તેવી કામગીરી કરવામાં નથી આવિ ત્યારે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે કે શું! આવા કામ ચોર પોલીસ કર્મચારીઓ ઉપર ઊંચ અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ…