વાંકાનેરમાં બ્રાન્ડના નામે ઉઘાડી લુંટ કરનાર તેમજ નિરાશાનું બીજું નામ એટલે મેહુલ ટેલિકોમ.
વાંકાનેરમાં આવેલ મેહુલ ટેલિકોમ નામનાં શોરૂમ માથી કે પછી આ નામે ચાલતા અન્ય શહેરમાં આવેલ મેહુલ ટેલિકોમની બ્રાન્ચ માથી મોબાઈલ ખરીદતા પહેલા વિચાર કરજો તમારી સાથે પણ થઈ સકે છે એવું કે તમારા પૈસા પણ જસે અને તમે ખરીદેલ મોબાઈલ પણ જસે તો તમામ લોકોએ આવા શોરૂમ થી સાવધાન રહેવા અપીલ કરવામાં આવે છે
એક ગ્રાહક દ્વારા માત્ર અઢાર દિવસ પહેલાજ હજુતો મોબાઈલ ખરીદવામાં આવે છે તે મોબાઈલ બંધ થઈ જતાં ગ્રાહકને કહેવામાં આવે છે કે તમારા મોબાઈલની ડિસ્પ્લે ડેમેજ થઈ ગઈ છે તમારે છ હજાર આપવા પડશે. પણ હકીકતમાં તે મોબાઈલની ડિસ્પ્લે નો કોઈ ઇસ્યુજ ન હતો કંપની ફોલ્ટના કારણે જે ઇસ્યુ થયો હોય તે પણ ગ્રાહક માથે ઠોકી બેસાડી અને ઉઘાડી લૂંટ ચાલુ કરવામાં આવી છે અને આવા અગાઉ પણ ઘણા ગ્રાહકોને ઇસ્યુ થયા છે જે આપણે સોશ્યલ મીડિયા ઉપર અનેકવાર જોયું છે ત્યારે લોક મુખે ચર્ચાઓ થઈ રહી છે કે મેહુલ ટેલિકોમમાં આવતા મોબાઈલ માજ કેમ આવા ઇસ્યુ થતાં રહે છે તેના ઉપરથી એક વાત તો નકીજ છે દાળમાં કાળું છે અથવા આખી દાળ જ કાળી છે જેની તપાસ કરવી રહી