ગ્રેટ ગાંધીનગર પ્રેરિત જિલ્લા અને શિક્ષણ ભવન રાજકોટ દ્રારા અને બીઆરસી ભવન વાંકાનેર દ્રારા વાંકાનેર તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન નું આયોજન ગાયત્રી મંદીરે કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ35 કૃતીઓ રજુ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ માં વાકાનેર તાલુકાના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણી,(જીતુ સોમાણી) તેમજ અશ્વિનગીરીબાપુ એ ખાસ હાજરી આપી હતી. તેમાં ચોથા વિભાગમાં શ્રી ગુંદાખડા પ્રાથમિક શાળા ના બાળ વૈજ્ઞાનિકો ખમાણી વિજય એચ. અને ગોધાણી વિશાલ ડી. તથા માર્ગદર્શન શિક્ષક સાગર ઉમેશકુમાર ની કૃતિ પ્રથમ નંબરે પસંદગી પામતા આગામી દિવસોમાં મોરબી જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન માં વાંકાનેર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.