Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

વાંકાનેરના ખેડૂતોના ટ્રાન્સફોર્મ બળી જવાના કારણે લાખો રૂપિયાના પાકો નિષ્ફળ જતા હોય ત્યારે તેના જવાબદાર કોણ !!!

 ખીજડીયા ગામે બળેલું ટ્રાન્સફોર્મ ખેડૂતને આપવામાં જવાબદાર કોણ !!! અધિકારી કે રિપેરીંગર કરનાર એજન્સી, ખેડૂતની નુકશાનની ભરપાઈ કોની પાસે કરાવવાની, ખેડૂતો જવાબ માંગી રહ્યા છે

વાંકાનેર પીજીવીસીએલના જવાબદાર અધિકારી દ્વારા પોતાના ગ્રાહકોના બળી ગયેલ ટ્રાન્સફોર્મ જે બદલવામાં આવે છે અને બદલીને રિપેર કરવાના નામે ખેડૂતોને બળેલા ટ્રાન્સફોર્મ જ પાછા ખેડૂતોને આપી ખોટા બિલો ઉધારી મસમોટું કૌભાંડ પણ જવાબદાર અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે જેમાં વાંકાનેરના કોન્ટ્રાક્ટર તેમજ મોરબીના કોન્ટ્રાક્ટરની સાથે સાંઠગાઠ કરી અને પીજીવીસીએલ ના જવાબદાર અધિકારીઓ દ્વારા હપ્તા સિસ્ટમ ચલાવવામાં આવી રહી છે ખેડૂતોનું ટ્રાન્સફોરમર બળી જાય ત્યારે ખેડૂતો કંપ્લીન લખાવતા હોય છે ત્યારબાદ ટ્રાન્સફોર્મ ચેક કરવા માટે પીજીવીસીએલના લાઇન મેનને કામ સોંપવામાં આવે છે તે લાઇનમેન દ્વારા ટ્રાન્સફોર્મ ચેક કરી ઉપલા અધિકારીને રિપોર્ટ કરવામાં આવે છે અને ટ્રાન્સફોર્મ બળી ગયેલ હોય તો ખેડૂતની અરજી લેવામાં આવે છે અને મોટું ટ્રાન્સફોર્મ હોય ત્રણ ચાર ગ્રાહકોના કનેક્શન હોય અને તેમના બિલની નાની મોટી રકમ બાકી હોય ત્યારે ખેડૂતને દબાણ કરવામાં આવી કે પહેલા આ બધાના બિલ ભરાવો પછી તમને બીજું ટ્રાન્સફોર્મ આપવામાં આવશે ખરેખર તે ખેડૂતનું બિલ બાકી નથી હોતું છતાં પણ ખેડૂતને પોતાનો પક બચાવવા બે હાથ જોડી આજીજી કરવાની ફરજ પડે છે આ તમામ પ્રોસેસમાં પાચ, છ દિવસ જેટલો ટાઈમ નીકળી જાય છે અને બળી ગયેલ ટ્રાન્સફોર્મ બદલવામાં આશરે દસથી પંદર દિવસ જેટલો ટાઈમ જવાબદાર અધિકારીઓ દ્વારા લગાડવામાં આવે છે અને દસ પંદર દિવસ બાદ જ્યારે ટ્રાન્સફોર્મ બદલવામાં આવે છે ત્યારે તે પણ બળેલુજ ટ્રાન્સફોર્મ મુકવામાં આવે છે અને ફરી ખેડૂતોએ પાચ દિવસ નવા ટ્રાન્સફોર્મ માટે રાહ જોવી પડે છે ત્યાં ખેડૂતોના પાકને ને પાણી ન મળતાં પાક સુકાઈ જાય છે અને ખેડૂતોનો પાક પીજીવીસીએલ ના જવાબદાર અધિકારીઓ પાપેજ નિષ્ફળ જાય છે નિયમ મુજબ બળી ગયેલ ટ્રાન્સફોર્મ ચોવીસ કલાકમાં બદલી આપવાની જવાબદારી પીજીવીસીએલના જવાબદાર અધિકારીઓની છે આમ છતાં બેદરકારીથી ખેડૂતોને થતાં નુકશાનની ભરપાઈ કેમ જવાબદાર અધિકારીઓ પાસેથી વસૂલવામાં નથી આવતી

બળેલા ટીસી મૂકી અને તે ટીસીને ફરી બળી ગયેલા બતાવી અને કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવી આપવાના મનસુબાથી જવાબદાર અધિકારીઓ તો પોતાના ખીસા ભરી રહ્યા છે ત્યારે ખેડૂતોએ ખૂબ જ હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે અને નુકસાની ભોગવી પડી રહી છે જેના જવાબદાર કોણ કોન્ટ્રાકટર કે જેતે ઓફિસના જવાબદાર અધિકારી. જો સીટની રચના કરી તપાસ કરવામાં આવે તો બળેલા ટ્રાન્સફોર્મ મૂકી ખેડૂતોને પાયમાલ બનાવી ખોટા બિલો બનાવી કોન્ટ્રાકટર અને અધિકારીની મીલીભગતથી આચરવામાં આવતું મસમોટું કોભાંડ બહાર લાવી સકાય તેમ છે ત્યારે ઉચ અધિકારીઓ આ બાબતે શું પગલાં લેશે તે જોવું રહ્યું

Related posts

બોર્ડના 90% પરિણામ, A-2 ગ્રેડ બે વિદ્યાર્થીઓ, પ્રથમ વર્ષે વાંકાનેરની જ્યોતિ વિદ્યાલયની જ્વલંત સફળતા..

સ્ટેટ મોનિટરિંગ સેલના Dy. SP કે.ટી.કામરિયાનો આજે જન્મ દિવસ.

અખિલ ભારતીય કોળી સમાજ રજી. (ન્યુ દિલ્હી) ની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક દિલ્હી કોળી ભવનમાં મળી.

Leave a Comment

टॉप न्यूज़