Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

અખિલ ભારતીય કોળી સમાજની મહિલા રાષ્ટ્રિય કાર્યકારીણી બેઠકનું આયોજન કરતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષા જિજ્ઞાસાબેન મેર.

અખિલ ભારતીય કોળી સમાજ (રજી.) ન્યુ દિલ્હીના રાષ્ટ્રિય અધ્યક્ષ તેમજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના માર્ગદર્શન અને સાથ સહકારથી તા. 15/06/2024 ના દિવસે ગાંધીનગરમાં તેમની અધ્યક્ષતામાં સંગઠનની સૌપ્રથમ મહિલા રાષ્ટ્રિય કાર્યકારીણી બેઠકનું આયોજન ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રીમતિ જિજ્ઞાસાબેન મેર દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં અખિલ ભારતીય કોળી સમાજ (રજી.) ન્યુ દિલ્હીના રાષ્ટ્રિય મહિલા અધ્યક્ષ શ્રીમતી મોહિનીજી શાકયવાર તેમજ દેશના અલગ અલગ રાજ્યો ઉત્તરપ્રદેશ, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, મધ્યપ્રદેશમાંથી તથા અન્ય રાજ્યોમાંથી મહિલા પ્રમુખો તેમજ સંગઠનના રાષ્ટ્રિય મહિલા હોદ્દેદારો ઉપરાંત ગુજરાતના તમામ જિલ્લાના મહિલા પ્રમુખો ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં સંગઠનને દરેક રાજ્યમાં મજબુત કરી સમગ્ર દેશમાં વસતાં કોળી સમાજની મહિલાઓને શૈક્ષણિક, સામાજિક, આર્થિક અને રાજકીય જેવાં વિવિધ ક્ષેત્રોમાં કેવી રીતે મજબૂત અને સક્ષમ કરવાં તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત કોળી સમાજમાંથી શહીદ થયેલા નિડર મહિલા ઝલ્કારી બાઈનાં દેશ માટેનાં બલિદાનથી લઈ દેશ માટેના કોળી સમાજના યોગદાનનો ઈતિહાસ વર્ણવતાં દેશભક્તિનો અનેરો અનુભવ થયો હતો. બેઠક પૂર્ણ થતાં દેશના દરેક રાજ્યોથી પધારેલ સંગઠનના મહિલા હોદ્દેદારોને શ્રીમતી જિજ્ઞાસાબેન મેર દ્વારા શિલ્ડ આપી કાર્યોને બિરદાવવામાં આવ્યાં હતાં.

Related posts

આજે વાંકિયા ગામના આશાન ગ્રુપ વાળા “મુકા”નો જન્મદિવસ…

વાંકાનેરના ખેડૂતોના ટ્રાન્સફોર્મ બળી જવાના કારણે લાખો રૂપિયાના પાકો નિષ્ફળ જતા હોય ત્યારે તેના જવાબદાર કોણ !!!

પરષોતમભાઈ સોલંકી ના 64 માં જન્મદિવસની ઉજવણી રમેશભાઈ મકવાણા દ્વારા વાંકાનેર ખાતે કરાઈ…

Leave a Comment

टॉप न्यूज़