Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

અખિલ ભારતીય કોળી સમાજ રજી. (ન્યુ દિલ્હી) ની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક દિલ્હી કોળી ભવનમાં મળી.

તારીખ : 30/6/2024 ના રોજ દિલ્હી મુકામે અખિલ ભારતીય કોળી ભવન ખાતે અખિલ ભારતીય કોળી સમાજ રજી. (ન્યુ દિલ્હી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળિયા ની અઘ્યક્ષતામાં રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક મળી હતી. જેમાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા સહિત રાષ્ટ્રીય સંગઠનના હોદ્દેદારો, સંગઠનના કાર્યકારિણી સદસ્યો, દરેક રાજ્યના પ્રદેશ હોદ્દેદારો તેમજ સંગઠનના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા હતા.

આ બેઠકમાં સર્વ સંમતિએ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કુંવરજીભાઈ બાવળિયાને બિન હરીફ એક સૂર સાથે પુનઃ સ્વીકારવામાં આવ્યા હતા. તેમજ આ સંગઠન એક જ છે આ નામનું બીજું કોઈ સંગઠન છે જ નહિ તેમજ આ સંગઠનને તોડવાની જગ્યાએ જોડવા અને મજબુત બનાવવા માટેના ઠરાવો કરવામાં આવ્યા.

Related posts

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે તાલુકા ત્તથા શહેરના અનુસૂચિત જાતિના આગેવાનો અને સભ્યોનું સંમેલન યોજવામાં આવ્યું.

ટંકારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – સાવડી માં વિશ્વ હાઇપરટેન્શન ડે ની ઉજવણી કરાઈ.

વાંકાનેર તાલુકા પંચાયત ભ્રષ્ટાચારમાં લુપ્ત., પ્રમુખ પતિને તમારા કરતાં અગાઉ કોંગ્રેસ સારૂ સાસન ચલાવતી હોવાનું કહેતા લાલ ઘૂમ…

Leave a Comment

टॉप न्यूज़