Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

વાંકાનેર : વાકીયા -1 ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી અબ્દુલભાઈ આહમદભાઈ માથકીયાના અણધડ વહીવટ સાથે ઉઘાડી લુટ.

વાંકાનેર તાલુકાના વાંકીયા -1 ગામે વાંકીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં છેલ્લા એક વર્ષથી પ્રમુખ કે સભ્યની મીટીગ જ કરવામાં આવતી નથી અને છેલ્લા ચાર વર્ષથી સામાન્ય સભા પણ કરવામાં નથી આવતી. મંડળીના મંત્રી દ્વાર લોકશાહીમાં રાજાશાહી ચલાવવામાં આવી રહી છે અને તેમના બાપદાદાની પેઢી બનાવી દેવામાં આવી છે

ચા કરતા કીટલી ગરમ મંડળીના મંત્રી અબ્દુલભાઈ આહમદભાઈ માથકીયાને કરવાની કામગીરી તેમજ હિસાબો તેમના પુત્ર સાકીર દ્વારા આપવામાં આવે અને જો મંડળીના શેર સભ્ય હિસાબ માંગે તો પ્રમુખની જગ્યાએ તેમનો પુત્ર સાકીર દાદાગીરી કરતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તેમના પુત્ર સાકીરને સામાન્ય સભામાં આવવાનો કે બોલવાનો અધિકાર ન હોવા છતાં જ્યારે શેર સભ્ય દ્વારા મંત્રીને પ્રશ્ન કરી હિસાબ માગતા મંત્રીના પુત્ર સાકીર ની ગુંડાગર્દી થકી શેર સભ્યોને જાહેરમાં ધમકાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યુ કે, હાલ એય જવાદે તને હિસાબ આપવાનો નથી, તારે હિસાબ માંગવાનો નાય, જો હિસાબ માંગીશ તો મજા નહિ આવે, જેવા શબ્દો ઉચારી લુખી દાદાગીરી ચલાવવામાં આવિ હતી. વાંકીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીને મંત્રી અને તેનો મવાલી પુત્ર પોતાના બાપદાદાની જાગીર હોય તેવું સમજતા હોય તો દુધસંઘના અધિકારીઓ અને જિલ્લા રજીસ્ટર શું! મોથમારી રહ્યા છે આવા ભ્રષ્ટ અધિકારીઓ કેમ દેખાતા નથી.

દૂધ મંડળીના મંત્રી નાનો ખાતેદાર હોય નાની આવક ધરાવતો હોય ત્યારે લાખો રૂપિયાના મકાન બનાવવા તેમજ બેંક બેલેન્સ અને પોતાના મવાલી પુત્રને ઊંચ શિક્ષણ જેવા હાઇફાઇ ખર્ચા ક્યાંથી કાઢવામાં આવે છે તેની પણ ખાસ તપાસ થવી જોઇએ તો જ લાખો રૂપિયાની ગેરરીતિ કરીને જે મંડળીને લૂંટવામાં આવી છે તે બહાર આવી સકે તેમ છે જેથી તાત્કાલિક ધોરણે તપાસના આદેશો થવા જોઈએ અને આવા ભ્રષ્ટ મંત્રીને જેલના સળિયા પાછળ વહેલી તકે ધકેલવા જોઈએ તેવી માંગ વાંકીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના શેર સભ્યોમાંથી ઉઠવા પામી છે

અગાઉ મંત્રી અબ્દુલભાઈ આહમદભાઈ માથકીયાના સગાભાઈ ડુપ્લીકેટ દૂધ બનાવી દૂધ મંડળીને આપતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી તેના અનુસંધાને મોરબી જિલ્લા રજીસ્ટર દ્વારા તેમના સગભાઈનું દૂધ બંધકરવા લેખીતમાં હુકમ કરવામાં આવેલ હોવા છતાં તે દૂધ આજે નામફેર કરીને દૂધ મંડળીમાં જ આપવામાં આવી રહ્યું છે જે મંત્રી અબ્દુલભાઈ આહમદભાઈ માથકીયાની રહેમ નજર હેઠળ જ, બંધ કરવામાં આવેલ દૂધ ફરી પાછું લેવામાં આવિ રહ્યું છે અને તે પણ પોતાના પાવરથી લેવામાં આવી રહ્યું છેવાકીયા -1 ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી અબ્દુલભાઈ આહમદભાઈ માથકીયાના અણધડ વહીવટ સાથે ઉઘાડી લુટ.

વાકિયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી અબ્દુલભાઈ આહમદભાઈ માથકીયાએ છેલા પાંચ વર્ષથી કોઈ જાતનો હિસાબ આપવામાં આવેલ નથી કોઈ જાતના રજીસ્ટરો પણ નિભાવવામાં આવતા નથી કે પછી દેખાડવાના અને ચાવવાના બને રજીસ્ટરો અલગ અલગ રાખી શેર સભ્યોની અખોમાં ધૂળ નાખી રહ્યો છે જ્યારે કોઈ પણ શેર સભ્ય રજીસ્ટરો કે હિસાબની માંગણી કરે તો આપવામાં આવતા નથી સભ્યને કે પ્રમુખ ને પણ ગાંઠતો નથી છેલ્લા એક વર્ષથી સભ્ય અને પ્રમુખના કહેવા છતાં પણ એક પણ મિટિંગ કરવામાં આવી નથી

ગઈકાલે કોઈ એજન્ડા વગર સાધારણ સભા રાખવામાં આવિ હતી જેમાં ખાલી બે કાગળમાં એક વર્ષનો હિસાબ મનસ્વી રીતે લખી લાવી સંભળાવવામાં આવ્યો હતો એક પણ રજીસ્ટર લાવવામાં આવ્યું ન હતુ અને જે હિસાબ આપવામાં આવ્યો હતો તે અલગ અલગ રજીસ્ટર વાહી આપવાના બદલે તમામ હિસાબ એકજ સાથે ખાલી વાચી સંભળાવવામાં આવ્યો હતો જેનો શેર સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને સાધારણ સભાને રદ કરવામાં આવી હતી તમામ શેર સભ્યો દ્વારા પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ આપવા માંગ કરવામાં આવી હતી

Related posts

હડીયાણા ખાતે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ- 2024 ની ભવ્ય ઉજવણી કરવામાં આવી…

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે તાલુકા ત્તથા શહેરના અનુસૂચિત જાતિના આગેવાનો અને સભ્યોનું સંમેલન યોજવામાં આવ્યું.

સ્ટેટ મોનિટરિંગ સેલના Dy. SP કે.ટી.કામરિયાનો આજે જન્મ દિવસ.

Leave a Comment

टॉप न्यूज़