સપ્ટેમ્બરના આ સપ્તાહમાં મંગળનું ગોચર તુલા રાશિમાં થવા જઇ રહ્યું છે. મંગળનું શુક્ર રાશિમાં ગોચર કેટલીક રાશિ માટે શુભ સાબિત થશે. મંગળ અને શુક્ર મિત્રતાપૂર્ણ સંબંધ બનાવશે. આ ગોચર સાથે મંગળ અને ગુરૂનો નવમ પંચમ યોગ બનશે. ગ્રહોની આ સ્થિતિ વચ્ચે સપ્ટેમ્બરના આ સપ્તાહમાં મેષ, કર્ક સહિત 5 રાશિને આર્થિક લાભ ઉપરાંત કેટલાંક શુભ અવસર પણ પ્રાપ્ત થશે. અહીં જાણો, મેષથી લઇ મીન રાશિ માટે સાપ્તાહિક રાશિફળ.
આ સપ્તાહે વિચારેલાં કાર્યો સમયસર પૂરાં થશે, યોગ્ય દિશામાં કરેલાં પ્રયાસો અને કાર્યોના અનુકૂળ પરિણામ પ્રાપ્ત થશે. સપ્તાહની શરૂઆતમાં અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે, વેપારમાં વૃદ્ધિ થશે. કાર્યક્ષેત્રે લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. આ દરમિયાન ધ્યાન રાખો કે કોઇની હાસી ઉપહાર ના કરો, નહીં તો શત્રુ વધી શકે છે. સપ્તાહના મધ્યમાં કાર્યક્ષેત્રે ગુપ્ત શત્રુઓથી વિશેષ રૂપે સાવધાન રહો. ભૂમિ ભવન અથવા સંપત્તિ સંબંધિત નિર્ણય સમજી વિચારીને લો. વિદ્યાર્થી વર્ગનો મોટાંભાગનો સમય મોજમસ્તીમાં પસાર થશે.
વૃષભ રાશિના જાતકોને આ સપ્તાહે બજેટ જોઇ ખર્ચ કરવાની જરૂર છે. આવકથી વધુ વ્યય થવાની શક્યતાઓ છે. સંતાન પક્ષને લઇ ચિંતા રહી શકે છે, પરંતુ સપ્તાહના અંતે તેનું સમાધાન શોધવામાં સફળ રહેશો. મિત્રોના સહયોગથી અધૂરાં કાર્યો બનશે. કાર્યક્ષેત્રે નવી જવાબદારીઓ સાથે નવું પદ મળી શકે છે. કરિયર અથવા વ્યવસાયના હિસાબે લાંબા અંતરની યાત્રા કરવી પડી શકે છે, જે સુખદ પરિણામ આપશે. પરીક્ષા પ્રતિયોગિતાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને શુભ સમાચાર મળશે.