કચ્છ માં સૌ પ્રથમવાર યોજાયો સિંગિંગ અને ડાન્સિંગ નો મહાસંગ્રામ
ભુજ ખાતે ટાઉનહોલ માં જાણીતા મોટીવેશનલ સ્પીકર અને ટેલેન્ટફેસ્ટ સંસ્થાના MD જે.બી.આહીર સાહેબ દ્વારા કચ્છ માં સૌ પ્રથમવાર યોજાયો ટેલેન્ટ નો મહાસંગ્રામ જેમાં કચ્છ તેમજ સમગ્ર ગુજરાત ના ખૂણે ખૂણે થી આ પ્રતિયોગિતા માં ભાગ લેવા માટે કંટેસ્ટન્ટ આવ્યા હતા અને તે લોકોએ પોતાની અંદર રહેલા ટેલેન્ટ ને બહાર કાઢવા માં આવ્યો હતો આ તકે આ ઇવેન્ટ માં જે.બી.આહીર સાહેબ તેમજ કચ્છ ના આહીર મહિલા અગ્રણી અસ્મિતા બેન બલદાણીયા દ્વારા ખુબ જેહમત ઉઠાવી હતી અને આ ઇવેન્ટ માં કચ્છ ના રાજકીય તેમજ સામાજિક અગ્રણી ઓ તેમજ 70 થી પણ વધુ ખ્યાતનામ સિંગેરો તેમજ અલગ અલગ ક્ષેત્ર ના કલાકારો પધાર્યા હતા અને જાન્ટ્સ ઓફ ગ્રુપ ભુજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું અને સ્ટોલ એજ્યુકેશન રાખવામાં આવ્યું હતું. આ લોકો ની હાજરી માં કચ્છ માં આવો મોટો પ્રોગ્રામ થયો હતો અને આ ઇવેન્ટ ના માધ્યમ થી સિંગીગ ક્ષેત્રે આગળ વધવા માંગતા તેમજ ડાન્સિંગ ક્ષેત્રે આગળ વધવા માંગતા નાની ઉંમર ની દીકરા દીકરીઓ એ ખુબ સરસ મજા ની પરફોર્મન્સ આપી હતી આ તકે આ ઇવેન્ટ માં જે.બી.આહીર સાહેબ ને મદદરૂપ થવા માટે ગુજરાત ભર માંથી તેમના મિત્રોએ મેનેજમેન્ટ સંભાળ્યું હતું
*રિપોર્ટ ભારતી માખીજાણી કચ્છ*