Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

કોંગ્રેસ,ભાજપ,અને આપનું એડી ચોટીનું જોર, કોને નફો કોને નુકશાન વાસ્તવિકતા શું???

હાલ વાંકાનેર 67 વિધાનસભાના રાજકારણમાં ખૂબ જ ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ,ભાજપ,અને આપ પોતાનું એડી ચોટીનું જોર, લગાવી રહ્યા છે અને મતદારોને રીઝવવા તમામ પ્રયાસો થઈ રહ્યા છે સામ, દામ,દંડ,ભેદ જેવી કૂટનીતિનો પણ ઉપયોગ ભરપૂર રીતે શરૂ થઈ ચૂક્યો છે ત્યારે અમુક કૂટનીતિઓથી ફાયદો પણ થય સકે છે અને મોટું નુકશાન પણ થવાની સંભાવનાઓ હોવા છતાં પણ તમામ પક્ષો કૂટનીતિનો ઉપયોગ કરી પોત પોતાની જીતના ગુણગાન ગાઈ રહ્યા છે ત્યારે જોવાનું એ રહ્યું કે મેદાન કોણ મારશે. જનતા કોને પસંદ કરશે એતો જોવું રહ્યું.

હાલ વાંકાનેર 67 વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીમાથી કોળી સમાજને ટિકિટ ન મળતા વિરોધનો વંટોળ ઉઠ્યો હતો ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ જોવા મળ્યો હતો જેના લીધે આજે પણ કોળી સમાજમાં અસંતોષ જોવામળી રહ્યો છે જેના લીધે ભાજપના ઉમેદવાર જીતુ સોમાણીને ભારે અસર પડી સકે તેવા સંજોગો ઊભા થયા છે જેનો સીધો ફાયદો કોંગ્રેસ અને આપ પાર્ટીના ઉમેદવારોને થઈ રહ્યો હોય તેવું વોટરો દ્વારા જાણવા મળી રહ્યું છે


જીતુભાઈ સોમાણીની અન્ય સભાઓમાં પાંચ સાત હજારની જનમેદનીતો સામાન્ય હોય છે ત્યારે સ્ટાર પ્રચારક ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી અતિત્યનાથની સભા યોજવામાં આવી હતી જેમાં પણ લોકોની પાંખી હાજરી જોવા મળી હતી જેને જોતા વિરોધનો વંટોળ હજુ સમ્યો ન હોય તેવું લાગી રહ્યું છે

કોંગ્રેસ,ભાજપ અને આપ પોતાના તરફી મતદારોને રીઝવવા માટે પોતાના ફાયદા માટે ગામે ગામ ખૂંદી રહ્યા છે ત્યારે ખરા અર્થમાં જ્યારે જનતાને પોતાના ગામ અને વિસ્તારના વિકાસ માટે જરૂર હોય ત્યારે ચૂંટાયેલા ધરાસભ્ય પણ ગોતવા છતાં મળતા નથી કાતો લોકોને લોલીપોપ આપી અને તેમની માંગણીઓથી ભટકાવી દેવામાં આવે છે જેના લીધે વાંકાનેર 67 વિધાનસભા વિસ્તાર આજદિન સુધી વિકાસ વિહોણો રહ્યો

Related posts

જામનગરમાં આઉટસોર્સિંગ કર્મચારી અવાજ દબાવ્યો, ઉચ્ચ અધિકારીઓએ મજબૂરીનો લાભ ઉઠાવ્યો

Gujarat Darshan Samachar

ગુજરાત દર્શન સમાચાર પરિવાર તરફથી નવાનગર સ્ટેટના ૪૮૩માં જન્મ દિવસ નિમિતે સર્વે જામનગર હાર્દીક શુભકામના

કલા મહાકુંભ-૨૦૨૨-૨૩અંતર્ગત જામનગર શહેરની ૧ થી ૬ ઝોનની સ્પર્ધાઓ યોજાશે

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़