Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

સુત્રાપાડા પોલીસ દ્વારા ગાંગેથા રોડ ઉપર પોલીસે પથ્થરો ઉપાડી રસ્તા ઉપર ખાડાઓ પૂર્યા

સુત્રાપાડા પોલીસ દ્વારા ગાંગેથા રોડ ઉપર પોલીસે પથ્થરો ઉપાડી રસ્તા ઉપર ખાડાઓ પૂર્યા..
લોકોને વાહરે આવી સુત્રાપાડા પોલીસ સ્ટાફ..

સુત્રાપાડા તાલુકાના ગાંગેથા હાઇવે રોડ ઉપર ભારે વરસાદના કારણે રસ્તો બિસ્માર થયો હતો ત્યારે સુત્રાપાડા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન આ રસ્તા પર મચ મોટા ખાડાઓ સામે આવતા ખુદ પોલીસ સ્ટાફ પથરાવો લઈ આ ખાડાઓને ખાડાઓ પૂર્યાં હતા સુત્રાપાડામાં સતત સતર દિવસ થી વરસી રહેલા ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓ બિસ્માર થયેલા છે ભારે વરસાદથી કોડીનાર થી પેઢાવાળા નેશનલ હાઈવે બંધ હોય જેથી મોટા વાહનો કોડીનાર ફરીને ગાંગેથા રોડ ઉપરથી આવતા હોય છે ગાંગેથા ફાટક પાસે કોઝવે ઉપર પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. રોડ ઉપર મસ મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે જેથી વાહનચાલકો તેમજ રાહદારીઓ માથે મોટું જીવનું જોખમ ટોળાઈ રહ્યું હોય ત્યારે ખુદ પોલીસ સ્ટાફ એ ખાડાઓમાં પથરો અને માટી નાખી પુર્યા હતા લોકો માટે પણ સુત્રાપાડા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી હતી અને પોલીસ વિભાગ મેં આઈ હેલ્પ યુ શબ્દને ખરા અર્થમાં સાર્થક કર્યું હતું અને રોડ ઉપર ખાડા પડવાના કારણે વારંવાર અકસ્માતોના બનાવો સામે આવતા હોય છે ત્યારે સુત્રાપાડા પોલીસ પીએસઆઇ હેરમાં સાહેબ માર્ગદર્શન હેઠળ રાહતદારીઓને અને વાહન ચાલકોને કોઈ મુશ્કેલી ન તે માટે સુત્રાપાડા પોલીસ સ્ટાફ ખડે પગે જોવા મળ્યો છે..

 રિપોર્ટર હમીરસિંહ દરબાર ગીર સોમનાથ

Related posts

વાંકાનેર : પોલીસમાં ફરજ બજાવતા લોકરક્ષક દર્શિતભાઈ ગીરીશભાઈએ 6000 રૂપિયા મૂળ માલિકને પરત કર્યા…

Gujarat Darshan Samachar

તલાટીઓની હડતાલ સમેટાઈ, સરકાર પક્ષે માંગણી સ્વીકારાય જતા આંદોલન પૂર્ણ જાહેર કરાયું

સૈનિક શાળા બાલાચડીમાં ઇન્ટર હાઉસ જીકે ક્વિઝ સ્પર્ધા ‘ક્વીઝ્ટીવલ’નું આયોજન

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़