Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

જૂનાગઢમાં એક અનોખી રીતે જયાપાર્વતી વ્રતનાં જાગરણની કરવામાં આવી ઉજવણી

જૂનાગઢમાં એક અનોખી રીતે જયાપાર્વતી વ્રતનાં જાગરણની કરવામાં આવી ઉજવણી
જૂનાગઢના ઇતિહાસના સૌ પ્રથમ વખત થયુ હતું આયોજન

જૂનાગઢમાં વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની બહેનો દ્વારા જયાપાર્વતી વ્રતનો જાગરણ માટે વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ લોહાણા મહાજનવાડી ખાતે.. તા.15/07/2022 અને શુક્રવારના રાત્રે 15 થી 35 વર્ષની બહેનો માટે એક સમૂહ જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું.
હિન્દુ સંસ્કૃતિમાં વ્રતનું આગવું મહત્વ છે ત્યારે જયાપાર્વતી વ્રત બહેનો દ્વારા કરવામાં આવે છે. હિન્દુ જીવનપદ્ધતિમાં માતૃશક્તિના સશક્તિકરણ તેમજ માતૃશક્તિના સુસ્વાસ્થ્ય માટે અનેક ઉપાયો તથા માર્ગદર્શિકાઓનું વર્ણન પણ કરેલ છે, જેમાં ધાર્મિક વ્રતોનું ખૂબ જ સરળ તથા સહજ તપશ્ચર્યા સ્વરૂપે વર્ણન કરેલ છે. આ ધાર્મિક વ્રતોથી આપણી નારીશક્તિ સહજ ભાવથી આપણી સંસ્કૃતિ તથા સનાતન ધર્મ સાથે જોડાતી હોય છે. વ્રતથી નારીશક્તિમાં તપ, ત્યાગ, બલિદાન, સ્વરક્ષણ, આત્મદર્શન, પરિવારનાં જીવનમૂલ્યો, સદાચાર, સારા-ખોટાની પરખ (વિવેકબુદ્ધિ), આત્મસંયમ, સહનશક્તિ, સ્વાસ્થ્યસભાનતા, સામાજિક સમરસતા, સ્વધર્મનું ગૌરવ તથા રાષ્ટ્રભક્તિ જેવા અનેક સદગુણોનો આત્મસાધ થતો હોય છે. આ વ્રતો બાલ્ય અવસ્થાથી શરૂ કરીને ગૃહસ્થજીવન તથા જીવનસંધ્યા સુધીની જીવનયાત્રામાં શારીરિક તથા માનસિક બળો પૂરાં પાડી રહ્યા છે. દરેક વ્રતો જીવનમાં આધિભૌતિક, આધિદૈવિક તથા આધ્યાત્મિક સુખોની પ્રાપ્તિ પણ કરાવે છે તથા સંતાપો સામે લડવાની શક્તિ પૂરી પણ પૂરી પાડે છે.
ખાસ કરીને આપણાં પુરાણો તથા ધર્મગ્રંથોમાં વર્ષ દરમિયાન ઋતુ પ્રમાણે ઉજવાતાં વ્રતોનો અનોખો મહિમા વર્ણવાયો છે. વ્રતની વિધિ તથા વ્રત સાથે સંકળાયેલ દેવી-દેવતા તથા જીવનમૂલ્યો આધારિત વ્રતકથાઓ પણ પ્રચલિત છે. જેની પાછળ અનેક વૈજ્ઞાનિક કારણો પણ છે ખાસ ઈશ્વરભક્તિ તથા વ્રત પરની શ્રદ્ધા આ વ્રતોનો મોટો આધારસ્તંભ હોય છે. શ્રદ્ધાપૂર્વક લીધેલાં કોઈ પણ વ્રત તથા તેની ઉજવણીનું અવશ્ય ફળ મળે છે તે નિશ્ચિત બાબત છે અને તેના અનેક દૃષ્ટાંતો પણ શાસ્ત્રોમાં આપવામાં આવ્યા છે.
વર્ષાઋતુના અષાઢ માસમાં કુમારિકાઓ તથા સૌભાગ્યવતી સ્ત્રીઓ મનગમતો ભરથાર મળે તથા શરીરની તંદુરસ્તી જળવાય તેવી શ્રદ્ધા-ભક્તિથી જયા પાર્વતીનું વ્રત કરે છે.
પુરાણોમાં સૌ પ્રથમ આ વ્રત શિવજીને પ્રાપ્ત કરવા પાર્વતજીએ કર્યું હતું. તેવો ઉલ્લેખ પણ છે ત્યાર બાદ પાર્વતીજીએ કરેલ આ વ્રત, પાર્વતી માતાની પૂજા તથા આશીર્વાદથી સીતાજીએ શ્રી રામને પામવા કર્યું હતું તેવું માનવામાં આવે છે. યુગો સુધી આ વ્રત ઉજવાતું હતું તેનું પ્રમાણ પણ આ વ્રત સંદર્ભે વર્ણવાયેલી અનેક વ્રતકથાઓમાંથી જાણવા મળે છે. વ્રત ઉજવવાની આ પરંપરા વર્ષો સુધી પ્રચલિત રહી છે. દેશના ગ્રામ્ય વિસ્તારોમાં તથા શહેરમાં પણ રહેતા પરિવારોમાં કુમારિકાઓ આ વ્રતની કાગડોળે રાહ જુએ છે. આ વ્રતની વિશિષ્ટતા એવી છે કે વ્રતમાં રાત્રે જાગરણ કરવાનું હોય છે.
જૂનાગઢમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દ્વારા જુનાગઢના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી રીતે સમૂહ જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગત અનુસાર માત્ર બહેનો દ્વારા જ જાગરણ માટેની તમામ તૈયારી કરવામાં આવી હતી. ખાસ કરીને હિન્દુ સંસ્કૃતિમાં માતાજીની આરાધના માટે ગરબાનું આયોજન કરવામાં આવે છે ત્યારે બહેનો દ્વારા અહી ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મ્યુઝિકલ ચેર, ફુગ્ગા ફુલાવી ફોડવાની હરિફાઈ તેમજ વિવિધ રમતો રમાડવામાં આવી હતી અને ખાસ રમતના અંતે વિજેતા થયેલ બહેનોને પ્રોત્સાહિત ઈનામ પણ આપવામાં આવ્યા હતા. અત્રે ઉલેખનિય છે કે વિશ્વ હિન્દુ પરિષદ દુગાવાહિની બહેનો દ્વારા વિશિષ્ટ રીતે કરવામાં આવેલ જયાપાર્વતી વ્રતના જાગરણની ઉજવણી કાર્યક્રમને બહોળો પ્રતિસાદ મળ્યો હતો અને જુનાગઢનાં પુર્વ ધારાસભ્ય અને પૂર્વ મેયર મહેન્દ્રભાઈ મશરૂ પણ ઉપસ્થીત રહ્યાં હતાં અને સમગ્ર કાર્યક્રમને તેઓએ આવકાર્યો હતો.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે દુર્ગાવાહિની સંયોજિકા જુનાગઢ મહાનગર , તેમજ સૌરાષ્ટ્ર પ્રાંત ટોળી અને વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર દ્વારા જહેમત ઉઠાવી હતી. જનો લોકોએ બહોળો પ્રતિસાદ આપ્યો હતો.

રિપોર્ટર હમીરસિંહ દરબાર ગીર સોમનાથ

Related posts

જામનગરમાં સ્માર્ટ વર્ક ઇવેન્ટનું ભવિષ્ય આયોજન ટાઉન હોલ ખાતે કરવામાં આવેલ હતું

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સેલ જામનગર દ્વારા શ્રી સાંઈ વિદ્યાલય જોડિયા ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

Gujarat Darshan Samachar

મહારાષ્ટ્રના રાયગઢમાં મળી શંકાસ્પદ બોટ, આસપાસના વીસ્તારમાં હાઈએલર્ટ કરાયું જાહેર

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़