પોરબંદર જિલ્લામાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના
અંતર્ગત માતાઓ-બાળકોને પોષણ કીટ આપાઈ
લાભાર્થીનો શિતલબેન રાવત પ્રતિભાવ
ગોસ(ઘેડ) પોરબંદર તા,૧૮
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વંદે ગુજરાત વિકાસ યાત્રા આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને ઠેર ઠેર સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સરકારની વિવિધ જનકલ્યાણ લક્ષી યોજનાઓનો લાભ લોકો મળી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની અમલવારી કરવામાં આવી રહી લાભાર્થીઓને લાભો આપવામાં આવી રહ્યા છે. તેવા જ એક પોરબંદર જિલ્લાના લાભાર્થી શિતલબેન રાવતને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના લાભ મળ્યો હતો.
આ તકે શીતલબેને જણાવ્યું કે, હું રાણા બોરડી ગામ ની રહેવાસી છું. મને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના વિશે જાણ થઈ. આજે વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમમાં મને આ યોજનામાં સરકારશ્રી દ્વારા પોષણ કિટ મળી હતી. હવે મને મારી તેમજ મારા બાળકના ભવિષ્યની ચિંતા નથી કેમ કે સરકાર હવે અમારી ચિંતા કરી રહી છે. મહિલાઓના સશક્તિકરણ માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે તેમ લાભાર્થી કહ્યું હતું. તેમજ વધુમાં વધુ લોકો આ યોજના માં જોડાઈ તેવી અપીલ પણ કરી હતી.
અહેવાલ :-વિરમભાઈ કે.આગઠ