*|| તાલાલા ગીરના કુ.મોનીકા સી.એ.થઈ સિંધી સમાજનું ગૌરવ વધાર્યું ||*
સી.એ.ના કઠીન અભ્યાસ દરમિયાન પિતાની છત્રછાયા ગુમાવી પણ એકાગ્રતા રાખી સફળતા મેળવી
તાલાલાના પ્રકાશકુમાર જાનીમલ હરવાણીની સુપુત્રી ચિ.મોનિકા તાજેતરમાં બહાર પડેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ની પરીક્ષામાં ઉત્તિર્ણ થઈ સમાજ તથા ગામનું ગૌરવ વધાર્યું છે.
સી.એ.ના કઠિન ગણાતા અભ્યાસ દરમિયાન કોરોનાના કારણે મોનિકાબેન ના પિતાનું અવસાન થયું છતાં પણ એકાગ્રતા ગુમાવ્યા વગર હોનહાર મોનિકાબેને સી.એ.બનવાનું સપનું સફળ બનાવી તાલાલા શહેરના યુવાધનને પ્રેરણારૂપ બન્યા છે,તાલાલાનું ગૌરવ ચિ.મોનિકાબેન ને સૌએ અભિનંદન આપી શુભકામનાઓ પાઠવી હતી.
રીપોર્ટ: કાજલ ભટ્ટ દ્વારા તાલાલા ગીર