તાલાલા તાલુકાના આંકોલવાડી ગીર ગામના પશુ દવાખાનાને આઠ વર્ષથી લાગેલ અલીગઢી તાળા ખોલો
દવાખાનામાં આવેલ જરૂરી ફર્નિચર,ફ્રીજ અને જરૂરી દવાનો જથ્થો પણ ધુળ ખાતો હોય તુરંત પરિણામલક્ષી નિવારણ લાવવા પ્રબળ માંગ
તાલાલા પંથકના છેવાડાના દશ ગામના મુંગા પશુઓને સેવા આપતું પશુ દવાખાનાને છેલ્લા આઠ વર્ષથી અલી ગઢી તાળા લાગી ગયા હોય,પશુ દવાખાનું શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે.
આંકોલવાડી ગીર ગામેથી પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે દશ ગામના ગ્રામીણ વિસ્તારના ખેડૂતો અને પશુપાલકોના પશુઓને જરૂરી સારવાર તથા રસીકરણ આપવા માટે આંકોલવાડી ગીર ગામે ૧૯૮૭ માં પશુ દવાખાનું શરૂ કરવામાં આવ્યું હતું,જેનો આંકોલવાડી ગીર વિસ્તારના પશુપાલકોને લાભ મળતો હતો પરંતુ છેલ્લે ૨૦૧૫ માં પશુ દવાખાનાના ચિકિત્સક ની બદલી થયા બાદ દવાખાનામાં નવું પોસ્ટિંગ કરવામાં આવેલ નથી,પરિણામે દવાખાનુ શોભાના ગાંઠીયા સમાન બની ગયું છે.
આંકોલવાડી ગીરના પશુ દવાખાના માટે નવા નવ કબાટ,એક મોટું ફ્રીજ સહિતનું જરૂરી ફર્નિચર પણ હમણાં આવ્યું છે,આ બધું કિંમતી ફર્નિચર પેક પડ્યું છે,આ ઉપરાંત અમુક દવાનો જથ્થો પણ આવ્યો છે,પરંતુ પશુ દવાખાનાને આઠ વર્ષથી અલીગઢી તાળા લાગી ગયા હોય મુંગા પશુઓને લાભ મળતો નથી જેથી પશુપાલકોના કીંમતી દુધાળા પશુ નોંધારા બની ગયા છે,આંકોલવાડી ગીર વિસ્તારના દશ જેટલા ગામના કીંમતી દુધાળા પશુઓ માટે આશીર્વાદરૂપ પશુ દવાખાનાને લાગેલ તાળા ખોલી દવાખાનું ધમધમતું કરી આંકોલવાડી ગીર વિસ્તારના પશુઓને યોગ્ય ન્યાય આપવા પ્રબળ લોક માંગણી ઉઠી છે.
રીપોર્ટર કાજલ ભટ્ટ દ્વારા તાલાલા ગીર