જૂનાગઢનાં માળીયા હાટીના માં તાલુકા પત્રકાર એકતા પરિષદની બેઠક મળી સર્વાનુમતે હોદેદારોની નિમણૂક
માળીયા હાટીના તા. 20 જુલાઈ 2022 : ગુજરાતભરમાં પત્રકારો નાં સૌથી મોટા સંગઠ્ઠન એવાં પત્રકાર એકતા પરિષદના જૂનાગઢ જીલ્લાનાં માળીયા હાટીના તાલુકા સમિતિની રચના માટે તાલુકાના પત્રકારોની એક બેઠક ચાણક્ય સ્કૂલના હોલમાં સ્કૂલના પ્રિન્સીપાલ શ્રી બાલુભાઈ ભોજક ની હાજરી માં મળી હતી.
આજની ઔપચારિક બેઠકમાં જિલ્લા મથકેથી પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો પ્રદેશ મહામંત્રી – મુકેશભાઈ સખીયા, ઝોન 2 કો ઓર્ડીનેટર – વિનોદભાઈ ચંદારાણા , જૂનાગઢ જિલ્લા પ્રમુખ – વલ્લભભાઈ પરમાર તેમજ કેશોદ તાલુકા સંગઠ્ઠન મંત્રો અશોકભાઇ રેણુકા ઉપસ્થિત રહ્યાં હતા.
બેઠકમાં ઉપસ્થિત મહેમાનોને સ્થાનિક પત્રકાર પ્રતિનિધિ ઓએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરેલ.ત્યારબાદ મહાનુભવોએ સંગઠ્ઠન વિશે જણાવેલ કે રાજ્ય, જિલ્લા લેવલે કાર્ય કરતી પત્રકાર એકતા પરિષદ પત્રકારોના હિતમાં કાર્ય કરતી સંસ્થા છે. સાથોસાથ સરકારશ્રી પાસે પત્રકારત્વ ક્ષેત્રે જૂની માગણીઓ મૂકેલી તે પૈકી ઘણી માગણીઓ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે સ્વીકૃત કરેલ છે. આ ઉપરાંત દરેક પત્રકારો માટે વિનામૂલ્યે વિમા સુરક્ષા કવચ પૂરું પાડવા રાજ્ય પત્રકાર એકતા પરિષદ કટિબદ્ધ છે. તદુપરાંત પત્રકારત્વ ક્ષેત્રે ધ્યાનમાં રાખવા જેવી ઘણી બાબતોની વિસ્તૃત છણાવટ કરેલ.
માળીયા હાટીના તાલુકા એકતા પત્રકાર પરિષદ કારોબારીની રચના કરવામાં
આવી હતી જેમાં પ્રમુખ તરીકે વીનેશભાઈ કાગડા ,
ઉપપ્રમુખ – પંકજ ભાઈ કારીયા , મંત્રી – ભાવિન ઠકરાર , સહમંત્રી – ઘનશ્યામ કક્કડ , મહામંત્રી – પરેશ ભાઈ વાઢિયા , મહામંત્રી – વિનુભાઈ રૂડાતલા અને આઇ.ટી.સેલ પ્રમુખ તરીકે શ્રી પ્રતાપભાઈ સિસોદિયા , ખજાનચી તરીકે બનેસિહભાઈ ચુડાસમા ની વરણી કરવામાં આવી છે.મિતુલ ભાઈ વાઢિયા પણ હાજર રહ્યા હતા
આ બેઠક માં ત્રણ ત્રણ પેઢી થી પત્રકાર સેત્રે કામગીરી કરનાર ઇલેક્ટ્રિક અને પ્રિન્ટ મીડિયા સાથે જોડાયેલા મહેશભાઈ કાનાબારે પણ હાજરી આપી હતી અને
રાજ્ય તથા જિલ્લા ના પત્રકાર એકતા સંગઠન ના
હોદેદારો ને બિરદાવ્યા હતા.