પત્રકાર એકતા પરિષદ મહિલા વિંગ એટલે મહિલા પત્રકારો માટે સુરક્ષા કવચ
ગુજરાત જ નહિ પરંતુ સમગ્ર ભારતમાં મહિલા પત્રકારો ની પત્રકારત્વ કક્ષાએ એક અનોખી ભૂમિકા ભજવી છે. ગુજરાતમાં મહિલાઓ અનેક ક્ષેત્રમાં આગળ છે તો પછી પત્રકાર તરીકે કેમ કહે પાછળ હોય શકે……..?? કવિતા ગજરા કે જેઓ જામનગરથી ગુજરાત દર્શન સમાચાર ન્યુઝ એન્કર વિથ રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહયા હોય જેમનું ગુજરાત પત્રકાર એકતા પરિષદ ના મહિલા વિંગમાં પ્રદેશ ઉપ.પ્રમુખ તરીકે નિમણૂક થતા ગુજરાત દર્શન સમાચાર પરિવાર તરફથી અભિનંદન સાથે આપણી પત્રકાર એકતા પરિષદના સિદ્ધાંતો અને નીતિઓને અખંડ રાખી સંગઠનને મજબુત બનાવી રાખો તેવી અપેક્ષાઓ…. સાથે ખુબ ખુબ શુભકામનાઓ પાઠવી હતી. મહિલાઓને સંગઠનમાં એક અલગ પાંખ તરીકે સ્થાન આપીને સંગઠન દ્વારા આદરણીય નિર્ણય કરવામાં આવેલ છે. કવિતા ગજરા પોતે એક પત્રકાર છે અને એન્કર તરીકે પણ ચેનલમાં ભૂમિકા ભજવે છે. તેઓની સંગઠનમાં નિમણુક અગત્યની બાબત ગણાવી શકાય. ગુજરાત દર્શન સમાચાર ન્યૂઝ દ્વારા પણ તેમને શુભકામનાઓ પાઠવવામાં આવ્યા. તેઓ લોકશાહીના રક્ષણ અને મહિલાઓના સશક્તિકરણ અને અધિકાર માટે સતત પ્રાયત્ન કરતા રહે.