Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

ગુજરાતમાં નાનો ધંધો-વ્યવસાય કરતા ૨ લાખ ૩૫ હજાર શેરીફેરિયાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અન્વયે ૨૬૩ કરોડની સહાય આપવામાં આવી છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોવિડ-૧૯ની વિપરિત સ્થિતિમાં આર્થિક રીતે વધુ અસર પામેલા નાના શેરીફેરિયાઓને ફરી બેઠા કરવા આ યોજના દેશભરમાં અમલી કરાવી છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રિય નાણા રાજ્ય મંત્રી ડો. ભાગવત કરાડ, નવસારીના સાંસદ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર. પાટિલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે પી.એમ. સ્વનિધિ ઉત્સવ અન્વયે ૨૬ શેરી ફેરિયાઓને કુલ ૬ લાખ ૧૦ હજારની લોન-ધિરાણના ચેક વિતરણ કર્યા હતા.

તેમણે આ યોજનામા સક્રિય યોગદાન આપનાર વિવિધ બેંકના અધિકારીઓને સન્માનિત કર્યા હતા

કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી મહેન્દ્ર મુંજપરા, રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ અને ધારાસભ્યો તથા પદાધિકારીઓ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત અગ્રણીઓ આ અવસરના સાક્ષી બન્યા હતા.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નાના માનવીને આવી સહાય આપી બેઠા કરવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ગરીબ કલ્યાણ અભિગમને રાજ્ય સરકાર ૧૦૦ ટકા સાકાર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સાંસદ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટિલે દેશના ગરીબ અને રોજનું કમાઈ રોજ ખાનારા નાના લારી ગલ્લા વાળા લોકો અને શેરી ફેરિયાઓ માટેની આ યોજનાના લાભ તેમના સુધી વ્યાપક રીતે પહોંચાડવામા નગર પાલિકા , મહાનગર પાલિકાના સૌ પદાધિકારીઓને પ્રદેશ અધ્યક્ષશ્રી એ આહવાન કર્યું હતું

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાના માનવીના આર્થિક ઉત્થાનને દરેક યોજનાઓમા કેન્દ્ર સ્થાને રાખ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું

 

Related posts

વાંકાનેર સીટી પોલીસ મથકમાં ઇન્સ્પેક્ટર વસાવાનો વિદાય સમારોહ યોજાયો…

Gujarat Darshan Samachar

69 માં સ્થાપના દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 18 મો બ્લડ ડોનેશન કેમ્પ, સર્વ રોગ નિદાન કેમ્પ, સાંસ્કૃતિક કાર્યક્રમ , વિદ્યાર્થીનીઓનું સન્માન અને 162 વિદ્યાર્થીનીઓને નાસ્તા વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો.

હિન્દુ સેના દ્વારા “ચેતતો નર સદા સુખી” હિન્દુ દીકરીઓને ફસાવી લવ જેહાદના નામે ધર્માંતરણ અટકાવવા માટે જાગૃતિ લાવવા પત્રિકા વિતરણ કરવામાં આવી

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़