19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર 36 રૂપિયા સસ્તો થયો છે
તેની કિંમત ઘટીને 1976 રૂપિયા થઈ ગઈ છે જે પહેલા 2012.50 રૂપિયા હતી. 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.અત્યાર સુધી દિલ્હીમાં કોમર્શિયલ ગેસની કિંમત 2012.50 રૂપિયા, કોલકાતામાં 2132 રૂપિયા, મુંબઈમાં 1972.50 રૂપિયા અને ચેન્નાઈમાં 2177.50 રૂપિયા હતી.
રિપોર્ટર: યોગેશ ઝાલા – જામનગર