જોડિયા તાલુકામાં કુલ 37 ગામના કુલ 14 તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાશે અને આ હડતાળ દરમ્યાન હરઘર તિરંગા અંતર્ગત ગ્રામપંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની કામગીરી ,ડિઝાસ્ટર અંગેની કામગીરી તેમજ કોરોના વાયરસની કામગીરી અને ગાય માતાને લગત લંપી વાઇરસ અંગેની જાહેરાતની કામગીરી કરશે.આ સિવાય બધી કામગીરી સદંતર બંધ રહેશે તેવું જોડિયા તાલુકા તલાટી મંડળના પ્રમુખ ડી.વી. જાડેજા દ્વારા જણાવવામાં આવેલ છે.
રિપોર્ટર..શરદ એમ.રાવલ. હડિયાણા