આજ રોજ એક કાર્યક્રમ દરમિયાન શહેર કૉંગ્રેસ કાર્યાલય ટાઉન હોલ ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદાર એકઠા થયેલ ત્યારે ટાઉન હોલ ખાતે શહેર પ્રમુખ દિગુભા જાડેજાની કારને ટ્રાફિક ટોઈંગ કરતા સર્જાઈ બબાલ અડધો કલાક સુધી પોલીસ અને કોંગ્રેસી પ્રમુખ શાબ્દિક ઘર્ષણ થયું હતું અને ટ્રાફિક જામ થતાં સિટી બી ડિવિઝન PI ભોયા સાહેબ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા અંતે ટ્રાફિક પોલીસ દંડ ફટકારી કાયદાનું પાલન કરાવ્યું હતું જોકે કૉંગ્રેસ પ્રમુખ દીગુભા જાડેજા નું રજૂઆત એ હતી કે ટાઉન હોલ રોડ બહુજ સકડો છે ત્યાં અન્ય વાહન ના ખડકલા હોય છે પોલીસ કેમ મારી કારને ટાર્ગેટ કરે છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભારવાડીયા અને PI ભોયા સાહેબે મામલો થાળે પડ્યો