તાલાલા ગીર થી માધુપુર ગીર જતો માર્ગ ઉપર બે માસમાં ૧૫ અકસ્માત થયા:બે મૃત્યુ
તાલાલા થી માધુપુર ગીર જતા માર્ગ ઉપર આજે સવારે અલગ અલગ જગ્યાએ બે વાહનો સ્લીપ થઇ ગયા હતા,સદનસીબે બંને અકસ્માત માં કોઈને ઈજાઓ થઈ નથી.
તાલાલા-માધુપુર ગીર માર્ગ ઉપર છેલ્લા બે માસમાં ૧૫ જેટલા અકસ્માતો થયા જેમાં બે લોકોના મરણ થયા છે,ભારે ટ્રાફિક વાળા આ માર્ગ ની બંને સાઈડો ખુબજ નીચી છે,જ્યારે સામેથી વાહન આવે ત્યારે સાઈડ આપવામાં વાહન ચાલકોને મુશ્કેલી પડતી હોય વાહનો માર્ગ ઉપરથી સ્લિપ થઈ જાય છે અથવા ઉથલી પડે છે,આવાં બનાવોમાં અવિરત વધારો થઈ રહ્યો હોય બાંધકામ વિભાગ માર્ગની મરામત કરાવે તેવી પ્રબળ લોક માંગણી ઉઠી છે
રીપોર્ટ:કાજલ ભટ્ટ તાલાલા ગીર