તાલાલા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી
તલાટી કમ મંત્રીની પડતર માંગણીઓ પૂર્ણ કરવા સરકારે આપેલ વચન ફોગટ જતા ફરી હડતાલ શરૂ થઈ
તાલાલા પંથકના ૪૫ ગામોમાં ગ્રામીણ પ્રજા અને ખેડૂતોની રોજિંદી તમામ કામગીરી ઠપ્પ થતાં પ્રજા પરેશાન
તાલાલા પંથકના ૪૫ ગામોમાં સેવા આપતા ૨૧ તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરી જતા તાલાલા પંથકમાં ગ્રામ પંચાયતોની રોજીંદી કામગીરી ઠપ્પ થતાં ગ્રામીણ પ્રજા તથા ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે.
તાલાલા તાલુકા તલાટી કમ મંત્રી મંડળના પદાધિકારીઓએ હડતાલ ની શરૂઆત કરતા પહેલા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું તેમાં જણાવ્યું છે કે નવ માસ પહેલા તલાટી મંડળ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલ ની શરૂઆત થઈ હતી ત્યારે તલાટી કમ મંત્રીઓની પડતર માંગણીનો ટુંક સમયમાં સુખરૂપ નિવારણ લાવવા સરકારે ખાત્રી સાથે વચન આપ્યું હતું,છતાં પણ નવ માસ પછી પણ સરકારે તલાટી મંત્રી મંડળને યોગ્ય ન્યાય આપવા આળશ રાખી હોય ફરી લડત શરૂ કરી છે.
તાલાલા પંથકના ૪૫ ગામોમાં સેવા આપતા તમામ તલાટી મંત્રી હડતાલ ઉપર ઉતરી જતા ગ્રામીણ વિસ્તારની લોક ઉપયોગી તમામ કામગીરી ઠપ્પ થતાં ગ્રામીણ પ્રજા તથા ખેડૂતો મુશ્કેલી માં મુકાઇ ગયા છે.ડિઝાસ્ટર અને રાષ્ટ્રીય પર્વની કામગીરી થશે
ડિઝાસ્ટર તથા રાષ્ટ્રીય પર્વના સન્માન માટે તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન”હર ઘર તિરંગા”ના દરેક ગામે કાર્યક્રમો યોજાશે,આ બંને કામગીરી સિવાયની તમામ કામગીરી સરકાર દ્વારા યોગ્ય ન્યાય મળશે નહીં ત્યાં સુધી બંધ રહેશે તેમ તલાટી કમ મંત્રી મંડળની યાદીમાં જણાવ્યું છે.
રીપોર્ટ: કાજલ ભટ્ટ તાલાલા ગીર