Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

તાલાલા પંથકનું ગૌરવ ૧૦૦ વર્ષ પહેલા હિરણ નદી ઉપર બંધાયેલ પુલની મરામત કરો

માલજીંજવા અને ઉમરેઠી ગીર ગામ વચ્ચે અંગ્રેજોએ બંધાવેલ પુલ ૧૦૦ વર્ષ પછી પણ અડીખમ ઉભો છે

પુલની વચ્ચે ઉગી ગયેલ વૃક્ષોનું તાકીદે કટીંગ કરાવવું જરૂરી હોવાની પ્રબળ માંગ

 

તાલાલા તાલુકાના માલજીંજવા અને ઉમરેઠી ગામ વચ્ચે હિરણ નદી ઉપર ૧૦૦ વર્ષ પહેલા અંગ્રેજોએ બંધાવેલ પુલ આજે પણ નવા પુલોને ટક્કર મારે તેમ અડીખમ ઊભો હોય આ પુલની જાળવણી માટે જરૂરી મરામત કરાવવા પ્રબળ લોક માંગણી ઉઠી છે.

આ અંગે પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે હિરણ નદી ઉપરના પુલની જરૂરી મરામત કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ પરંતુ ગમે તે કારણોસર મરામતની કામગીરી બંધ થઈ ગઈ છે,આ પુલના વિવિધ ભાગોમાં વૃક્ષો ઉગી ગયા છે આ વૃક્ષો ચોમાસામાં વધુ મોટા થવા લાગ્યા છે,જેને કારણે પુલ વધુ ડેમેજ થતો હોય પુલમાં ઉગેલા વૃક્ષોનું તુરંત કટીંગ કરાવવું જોઈએ,સો વર્ષ પહેલા બંધાયેલ પુલ આજે નવા બંધાતા પુલ કરતા મજબૂતીમાં અનેક ગણો ચડિયાતો હોય તાલાલા પંથકના ગૌરવ સમા આ પુલની મરામત માટે ની બંધ પડેલ કામગીરી સરકારે વિના વિલંબે શરૂ કરાવવા પ્રબળ લોક માંગણી ઉઠી છે.

 

રીપોર્ટ: કાજલ ભટ્ટ દ્વારા તાલાલા ગીર

Related posts

તાલાલા તાલુકાના જંગલમાં આવેલ ભોજદે ગીર ગામની ૨૫ દિકરીઓને અભ્યાસ માટે અનુકૂળ એસ.ટી.આપો

થોડા મહિનાની શાંતિ બાદ ફરી ભૂમાફિયા જયેશ પટેલ સામે કાયદાકીય હથિયાર ઉપાડ્યું, નિશા ગોંડલિયા ફરી મેદાનમાં લંડન કોર્ટ પહોંચી નિશા ગોંડલીયા

Gujarat Darshan Samachar

જામનગરમાં પશુપાલકો માલધારી સમાજ દ્વારા ૧૧ માગણીઓને લઈ ક્લેક્ટરને આપ્યું આવેદન પત્ર માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़