હેપી બર્થ ડે જામનગર: આપણું જામનગર આજે ૪૮૩ વર્ષનું થયું, નવાનગર કહું કે, હાલાર, કે પછી છોટીકાશી, વિશ્વના દરેક ખૂણે બ્રાસ સિટી તરીખે ધબકતું સૌરાષ્ટ્રનું પેરિસ એટ્લે મારું જામનગર
જામરાવળે જુના નાગના પાસેથી રંગમતી અને નાગમતી નદીના સંગમ સ્થાને ઈ.સ.1543 અને વિક્રમ સવંત 1596માં શ્રાવણ સુદ સાતમના દિવસે બે ગાઉ દુર નગર સ્થાપ્યું, જે પાછળથી નવાનગર તરીકે જાણીતું થયું અને નવાનગર હાલ જામનગર તરીકે ઓળખાય છે. જામનગરની સ્થાપના બાદ શહેરના વિકાસ અનેક કામગીરી કરવામાં આવી, જેમાં જામરાવળ શહેરને સ્થાપના બાદ પાયાની સુવિધાઓ પુરી પાડી હતી. તે બાદ રાજા રણમલે શહેરની મધ્યમાં રણમલ તળાવ બનાવ્યું હતું અને બાદ રાજા અજીતસિહંજીએ ક્રિકેટની દુનિયમાં જામનગરને સ્થાન આપ્યું
જામનગર તમામ રાજવીઓ શહેરને કંઈક નવુ આપીને અનોખી ઓળખ આપી છે. શહેરની સ્થાપનાથી અત્યાર સુધીમાં અનેક ઉપનામ મળ્યા છે. જેમાં હાલાર, નવાનગર, જામનગર, છોટેકાશી, સૌરાષ્ટ્રભરનું પેરિસ, બ્રાસ સીટી નામથી ઓળખાય છે. તેમજ જામનગર આયુર્વેદ યુનિવર્સિટી, બાંધણી, ક્રિકેટ, બ્રાસપાર્ટ સહિત અનેક બાબત માટે પ્રખ્યાત બન્યુ છે.
રિપોર્ટર જિગર રાવલ