Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરના 483માં સ્થાપના દિન નિમિત્તે હેરિટેજ વોક અને ખાંભી પૂજન યોજાયું 

જામ્યુકો દ્વારા આયોજિત હેરીટેજ વોકમાં બહોળા પ્રમાણમાં સંસ્થાઓ ,સંગઠનો સરકારી ,ખાનગી શાળાના વિદ્યાર્થીઓ જોડાયા 

જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરના 483મા સ્થાપના દિન નિમિત્તે આજે સવારે સાત વાગ્યે હેરિટેજ વોક નું આયોજન કરવામાં આવ્યું હતું આ હેરિટેજ વોકમાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય કુમાર ખરાડી , મેયર બીનાબેન કોઠારી સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ વિવિધ સંસ્થાઓ, શાળાઓના બાળકો બહોળા પ્રમાણમાં જોડાયા હતા આ હેરિટેજ વોક માં 3000થી વધુ સંસ્થાઓ, શાળાઓના બાળકો જોડાયા હતા.

જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે જામનગરના 483 માં સ્થાપના દિન નિમિત્તે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે ખંભાળિયા ગેટ થી દરબાર ગઢ સુધી હેરિટેજ વોક યોજાયું હતું આ હેરિટેજ વોક માં જામનગરની વિવિધ ધાર્મિક ,સામાજિક સંસ્થાઓ વિવિધ સંગઠનો સરકારી ખાનગી શાળાના બાળકો જોડાયા હતા બહોળા પ્રમાણમાં શહેરીજનો તિરંગા સાથેના આ હેરિટેજ વોક મા જોડાયા હતા આ કાર્યક્રમમાં અંદાજિત 3000 થી 3500 જેટલા સંસ્થાકીય લોકો અને સરકારી ખાનગી શાળાના બાળકો જોડાયા હતા.

આ હેરિટેજ વોક ની શરૂઆત શહેરના પ્રથમ નાગરિક મેયર બીનાબેન કોઠારી એ પ્રસ્થાન ખંભાળિયા ગેટ થી કરાવ્યું હતું તિરંગા સાથેનું આ હેરિટેજ વોક ભુજીયો કોઠો થઈ લાખોટા લેખ ગેટ નંબર 8 થી પ્રવેશ કરી જામ રણજીતસિંહજી ની પ્રતિમા ખાતે જઇ lakhota lake ગેટ નંબર 6 થી માંડવી થઈ ટાવર દરબાર ગઢ ખાતે પહોંચ્યું હતું દરબાર ગઢના સર્કલ ખાતે અધિકારીઓ પદાધિકારીઓ અને શાળાના બાળકો દ્વારા રાષ્ટ્રગાન બાદ આ હેરિટેજ વોક પૂર્ણ થયું હતું.

હેરિટેજ વોક ની પુર્ણાહુતી બાદ દિલાવર સાયકલ સ્ટોર ખાતે જામનગરના 483 માં સ્થાપના દિન નિમિત્તે ના પદાધિકારીઓ અધિકારીઓ દ્વારા ખાંભી નું પૂજન કરવામાં આવ્યું હતું આ ખાંભી પૂજનના મુખ્ય યજમાન મેયર બીનાબેન કોઠારી રહ્યા હતા તેઓએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પૂર્વક દિલાવર સાયકલ સ્ટોર ખાતે આવેલ જામનગરની સ્થાપના થયેલ હોય તે ખાંભીનું પૂજન કર્યું હતું .આ કાર્યક્રમમાં કમિશનર વિજય કુમાર ખરાડી, મેયર બીનાબેન કોઠારી ,નાયબ કમિશનરએ.કે.વસ્તાણી, આશી કમિશનર બી.જે.પંડ્યા, સિવિલ શાખાના સિટી એન્જિનિયર ભાવેશ જાની, સ્ટે. ચેરમેન મનીષ કટારીયા ડે.મેયર તપન પરમાર, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોસરાણી, નોડલ ઓફિસર અને હાઉસિંગ વિભાગના ઇજનેર અશોક જોષી , સ્પોર્ટ્સ મેનેજર કે.સી.મહેતા, મહિલા મોરચાના પ્રમુખ રીટાબેન જોટંગીયા મહામંત્રી રેખાબેન વેગડ , શહેર ઉપાધ્યક્ષ ધરતીબેન ઉમરાણીયા , જિલ્લા યોગકોચ પ્રીતિબેન શુક્લા, રાજહંસ પ્રાઇવેટ લિમિટેડના બોર્ડ મેમ્બર અમીબેન પરીખ, તમામ વોર્ડના કોર્પોરેટરો, UCD વિભાગના મેનેજરો, સમાજ સંગઠકકો, આરક્યોલોજી વિભાગના ક્યુરેટર હેરિટેજ વોક અને ખાંભી પૂજનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કમિશનર વિજય કુમાર ખરાડી, નાયબ કમિશનર એ.કે.વસ્તાણી, આશી. કમિશનર બી.જે. પંડ્યા, સિટી એન્જિનિયર ભાવેશ જાની ના માર્ગદર્શન મુજબ પ્રોજેક્ટ એન્ડ પ્લાનીંગ વિભાગના એન્જિનિયર ભાવેશ જાની, જુ. એન્જીનીયર રાજીવ જાની, કેતન સંઘાણી, વર્ક આસિસ્ટન્ટ & સિવિલ એન્જિનિયર જીગર જોષી ,હિરેન સોલંકી , અર્જુન સિંહ જાડેજા તથા પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગની ટીમે જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર ઉમેશ માણવી

Related posts

ડ્રગ્સ કારોબારી બંધ કરવા, અને મોંઘવારી, બેરોજગારી ના વિરોધમાં ગુજરાત બંધના પગલે સિક્કા સજડ બંધ, બંધની અપીલ કરતા જિલ્લા પ્રમુખ અને આગેવાનોની અટકાય કરતી પોલીસ

Gujarat Darshan Samachar

જામનગર પોલીસ બેડામાં આંતરિક બદલી

સૈનિક સ્કૂલ સોસાયટી, નવી દિલ્હીના નિરીક્ષક અધિકારી બ્રિગેડિયર (ડૉ) પી.કે.શર્માએ સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરની મુલાકાત લીધી

Leave a Comment

टॉप न्यूज़