જે રહેણાંક મકાનમાંથી 10 કિલો ગાંજા સાથે બે ઝડપાયાં, તેમાં અન્ય ચાર આરોપીઓને મોરબી એસ.ઓ.જી. છાવરતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું
મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં દરોડો પાડી 10 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક મહિલા અને એક પુરુષને ઝડપી તો લેવામાં આવે છે, અને આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ પણ કરવામાં આવે છે અને કુલ છ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની વાતો કરી અન્યોને છાવરવામાં આવતા હોવાની વાતોએ ખૂબ જોર પકડ્યું છે
જ્યારે આ 10 કિલો ગાંજાની ઓફિસિયલી કામગીરી પૂરી થયા બાદ મોરબી એસ.ઓ.જી. દ્વારા આરોપી અને મુદ્દા માલની ફોટોગ્રાફી કરવામાં આવી રહી હતી ત્યારે સ્થાનિક પત્રકાર પણ ત્યાં પહોંચે છે અને તેમના દ્વારા પણ વિડિયો ગ્રાફી કરવામાં આવે છે ત્યાં સુધી એસ.ઓ.જી. ને કઈ વાંધો ન હતો પણ પત્રકાર દ્વારા વિડિયો ગ્રાફી કરવામાં આવી છે તેની જાણ એસ.ઓ.જી.ના પી.આઈ.આલ સાહેબને થતાંજ તેમણે તેમની ટીમના માણસને કોલ કરી પત્રકાર પાસે રહેલા વિડિયો ડિલીટ કરાવી નાખ્યા જેના લીધે પત્રકારોના રોષ જોવા મળી રહ્યો છે
તેમજ પત્રકારના મોબાઈલમાંથી વિડિયો ડિલીટ કરાવવા પાછળ આલ સાહેબની મનશા શું? હોય સકે એ તો વાંકાનેર ની તમામ જનતા જાણેજ છે
અને લોક મુખે એ પણ ચર્ચાઈ રહ્યું છે કે આલ સાહેબ દ્વારા કઈક કાળા ધોળા કરી અને માંડવાળ કરવામાં આવી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેવું લાગી રહ્યું હતું તો શું!!! આલ સાહેબ દ્વારા મસ મોટા વહી વટો કરવામાં આવ્યા હસે કદાચ તો જ પત્રકારોના મોબાઈલ માથી વિડિયો ડિલીટ કરવા માટે આલ સાહેબ દ્વારા હવાતિયાં મારવામાં આવેલ હોય તેવું જણાઈ રહ્યું છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની લક્ષ્મીપરા શેરી નં.૩ માં ગાંજાનું વેચાણ થતું હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા દરોડો પાડી જુબેદાબેન ઉર્ફે જુબીબેન હનીફભાઇ માડકીયા(ઉ.વ. 60), ગુલાબનબી ઉર્ફે લાલો નુરમામદભાઇ ઉર્ફે નુરાભાઇ મકવાણા(ઉ.વ. 31) અને અલીમામદભાઇ હનીફભાઇ માડકીયાના કબ્જા ભોગવટા વાળા મકાનમાંથી 10 કિલો ગાંજો જેની કિંમત રૂપિયા એક લાખ મળી આવ્યો હતો…
પોલીસના આ દરોડા દરમિયાન સ્થળ પરથી આરોપી જુબીબેન હનીફભાઇ માડકીયા અને ગુલાબનબી ઉર્ફે લાલો નુરમામદભાઇ ઉર્ફે નુરાભાઇ મકવાણા હાજર મળી આવતા પોલીસે બન્નેને ઝડપી લીધા હતા જ્યારે અલીમામદભાઇ હનીફભાઇ માડકીયા હાજર મળી આવ્યો ન હતો….
આ બનાવમાં પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરતાં સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો હતો જેમાં બન્ને આરોપીઓએ આ ગાંજાનો જથ્થો ઇરફાન નુરમામદ મકવાણા અને નુરમામદ હાજીભાઇ મકવાણા(રહે. લક્ષ્મીપરા, વાંકાનેર)ની મદદથી વેચાણ કરતા હોવાનું અને આ ગાંજો સુરેન્દ્રનગરના અબ્દુલ યુસુફભાઇ સૈયદ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા એસઓજી ટીમે તમામ છ આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં એન.ડી.પી.એસ.એકટની કલમ ૮(સી),૨૦ (બી) ,૨૯ મુજબ ગુન્હો નોંધાવામાં આવ્યો છે
We use cookies to ensure that we give you the best experience on our website. If you continue to use this site we will assume that you are happy with it.