મંત્રીશ્રીએ ગ્રામજનોને ગૌધનની કાળજી લેવા તેમજ વેટરનરી ડોક્ટર્સ ટીમના સૂચનોને અનુસરવા માટે તાકીદ કરી
આપણા મહાન પૂર્વજોએ ગૌધન માટે આપેલું બલિદાન મિસાલ સમાન છે – મંત્રીશ્રી
જામનગરમાં રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે લમ્પી વાયરસ અસરગ્રસ્ત પશુઓની સારવાર અંગે માહિતી મેળવવા માટે કાલાવડ તાલુકાના વિવિધ ગામડાઓની ગૌશાળાઓની મુલાકાત લીધી હતી. જે અંતર્ગત મોટી માટલી, કાલાવડ ખાતે સીતારામ બાપુની ગૌશાળા, વૃંદાવન ગૌશાળા, જસાપર અને મોટા વડાળા ગામોની ગૌશાળાઓની મુલાકાત લીધી હતી.
મંત્રીશ્રીએ ગૌશાળાના માલિકો, સેવાભાવી લોકો, પશુપાલકોને ચેપગ્રસ્ત ગૌવંશની અલગ સારવાર કરવામાં આવે, તમામ ગૌધનનું તાકીદે વેક્સિનેશન કરાવવા, ગૌશાળાઓમાં સ્વચ્છતા જાળવવી, જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો તેમજ બીમાર પશુઓ અને સ્વસ્થ પશુઓને અલગ અલગ જગ્યાઓ પર રાખવા માટે સૂચનો કર્યા હતા
વિવિધ ગૌશાળાઓની મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ ગ્રામજનોને જણાવ્યું હતું કે સરકાર દ્વારા લમ્પી વાયરસના નિયંત્રણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પશુપાલન વિભાગ દ્વારા જામનગર જિલ્લાના તમામ ગામડાઓમાં ગૌવંશનું રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેથી આપણા કિંમતી ગૌધન પર તોળાઈ રહેલો ખતરો દૂર થા
મુલાકાત દરમિયાન કાલાવડ નગરપાલિકા પ્રમુખ શ્રી અજમલભાઈ ગઢવી, મોટી માટલી ગામ સરપંચશ્રી રામજીભાઈ મકવાણા, મોટા વડાળા ગામના સરપંચ શ્રી જેન્તીભાઇ કોટડીયા, જસાપર ગામના સરપંચ શ્રી વિનોદભાઈ, કાલાવાડ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ ડાંગરિયા, યુવા મોરચા પ્રમુખ શ્રી ભૂમિતભાઈ ડોબરીયા, શ્રી ડો. સંદીપભાઈ સાંગાણી, કાનજીભાઈ, શ્રી રામજીભાઈ મકવાણા, શ્રી ડો. અશ્વિનભાઈ રાવલ, જૂનાગઢ વેટરનરી કોલેજ ડોક્ટર્સ ટીમ, આજુબાજુના ગામોમાંથી પધારેલા વિવિધ આગેવાનો, પશુપાલકો, ખેડૂતો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર: ઉમેશ માવાણી – જામનગર