Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

જામ્યુકોના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત શહેરના સાત કેન્દ્ર પરથી સરળતાથી શહેરીજનોને રાષ્ટ્રધ્વજ મળી રહેશે

જામ્યુકોના રાષ્ટ્રધ્વજ વેચાણ કેન્દ્રો પરથી તિરંગા ની ખરીદી કરવા શહેરીજનોને  અનુરોધ

જામનગર મહાનગરપાલિકા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે દરેક ઘરમાં રાષ્ટ્ર ધ્વજ લહેરાય તેવા આશયથી જામનગરના 7 કેન્દ્ર પર જામ્યુકો દ્વારા રાષ્ટ્રધ્વજ નું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત શહેરીજનોને સરળતાથી તેમના ઘરથી નજીક ના કેન્દ્રો પરથી રાષ્ટ્રધ્વજ મળી રહે તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા લાખોટા તળાવ ગેટ નંબર 1, એમ્યુઝમેન્ટ પાર્ક ,ડીકેવી સર્કલ, ચાંદી બજાર, હવાઈ ચોક, પંપહાઉસ લાલપુર રોડ, દિગ્જામ સર્કલ તેમ કુલ 7 જગ્યાએ રાષ્ટ્રધ્વજ વેચાણ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે આ વેચાણ કેન્દ્રો પરથી સવારે 11થી સાંજે 6 વાગ્યા દરમ્યાન શહેરીજનોને કિંમત રૂ. 35 ના ભાવે એક રાષ્ટ્રધ્વજ મળી રહેશે આ વેચાણકેન્દ્રો છેલ્લા બે દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત છે આ તમામ વેચાણ કેન્દ્ર પર જામ્યુકો દ્વારા કુલ 8613 રાષ્ટ્રધ્વજ પહોંચાડવામાં આવ્યા હતા જેમાંથી 857 રાષ્ટ્રધ્વજનું બે દિવસમાં જામ્યુકો દ્વારા વેચાણ કરવામાં આવ્યું છે અને 8115 રાષ્ટ્રધ્વજ નુ વેચાણ બાકી છે.

 

જામનગરમાં વસવાટ કરતા તમામ નાગરિકો હર ઘર તિરંગા અભિયાન નો ભાગ બને, અને આ કાર્યક્રમને વેગ આપવા માટે પોતાના ઘરથી નજીક ના કેન્દ્રો પરથી રાષ્ટ્રધ્વજ મેળવી તમામ શહેરીજનો તા. 13/ 14 અને 15 ના રોજ યોજાનાર હર ઘર તિરંગા અભિયાન માં સહભાગી બની પોતાના ઘરે ત્રિરંગો લહેરાવી , રાષ્ટ્ર ભક્તિની ભાવના જન-જન સુધી પહોંચે તેવો જામ્યુકો દ્વારા તમામ શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.

 

આ વેચાણ કેન્દ્ર કમિશનર વિજય કુમાર ખરાડી ,નાયબ કમિશનરએ.કે.વસ્તાણી, આસી કમિશનર બી.જે .પંડ્યા, સિટી એન્જિનિયર ભાવેશ જાનીના માર્ગદર્શન મુજબ UCD વિભાગના મેનેજરો વિપુલ વ્યાસ, તૃપ્તિબેન દાઉદીયા, પૂનમબેન ભગત, આરતીબેન ગોહિલ, ભાવિકા બેન બરાચ અને સમાજ સંગઠક કો આ કામગીરીને સફળ બનાવવા તેમજ દરેક કેન્દ્ર પરથી વધુને વધુ રાષ્ટ્રઘ્વજનું વેચાણ થાય તેની જહેમત ઉઠાવી રહ્યા છે, તેમ UCD વિભાગની એક યાદીમાં જણાવ્યું છે.

રિપોર્ટર: ઉમેશ માવાણી – જામનગર

 

Related posts

મુસ્લીમ સંપ્રદાયનુ નવુ વર્ષ મહોરમનુ આજ થી મોહરમ ની તૈયારીઓ શરુ વિશ્વ વિખ્યાત જામનગરના ક્લાત્મક તાજીયાઓની તૈયારીઓ શરૂ.

જીએસટી દ્વારા ખોટા બિલિંગ કૌભાંડમાં જામનગરનાં બે વેપારીની ધડપકડ કરી હતી

Gujarat Darshan Samachar

સિકકા ગામે ભંગારના ડેલામાથી ચોરીની લોંખડની પ્લેટોના ટુકડા વજન ૫૦૦ કિલ્લો કિ.રૂ.૨૦,૦૦૦/-તથા મેકસીમો વાહન કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૨૦,૦૦૦/-ના મુદામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી જામનગર – એલ.સી.બી.પોલીસ

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़