ગીર સોમનાથ માં વિશ્વ વિખ્યાત દેવાધિ દેવ મહાદેવ એવા પ્રથમ જયોતિ લીંગ સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં થી યાત્રાધામ થી યાત્રાધામ ને જોડતી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ પાસે થી વેરાવળ પાટણ સનાતન હિન્દૂ સેવા સમાજ નાં પ્રમુખ શ્રી જીતુભાઈ કુહાડા દ્વારા માંગણી કરવામાં આવેલ હોય તેની માંગણી ને મંજૂરી આપી સોમનાથ થી કચ્છ મા માતા નાં મઢ ની એસ. ટી. બસ ની સેવા નો આજથી શરૂ કરવામાં આવેલ જે ગુજરાત રાજ્ય મેરીટાઈમ બોર્ડ નાં પૂર્વ ડાયરેક્ટર તેમજ અખિલ ગુજરાત માચ્છીમાર મહા મંડળ નાં પ્રમુખ માનનીય શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા નાં વરદ હસ્તે શ્રીફળ વધારી રીબીન કાપી અને ડ્રાઇવર તથા કંડક્ટર ને ફુલ હાર પહેરાવી મીઠા મોઢાં કરાવી સોમનાથ થી સાંજે ૫.૪૫ રવાના કરવામાં આવેલ જે કરછ માં આશાપુરા માતાજી ના મંદિરે સવાર નાં ૮ વાગ્યા ની આસપાસ પહોચસે તો દરેક દર્શનાર્થિ ભક્તો ભાવિકો ને એસ.ટી બસ સેવા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નીગમ જુનાગઢ વિભાગ ના વિભાગીય નિયામકશ્રી જીઓ શાહ અને પરિવહન અધિકારી પીલવાયકર સાહેબ ના સફળ પ્રયાસો થી યાત્રાધામ થી યાત્રાધામ ને જોડતી એસ ટી સેવા સોમનાથ માતાના મઢ વાયા વેરાવળ કેશોદ જુનાગઢ જેતપુર રાજકોટ મોરબી ગાંધીધામ આદીપુર અંજાર ભુજ નખત્રાણા થઈને માતાનાં મઢ પહોંચશે જે સોમનાથ થી સાંજે પ .૪૫ વાગ્યે અને વેરાવળ થી સાંજે ૬.૦૦ વાગ્યે ઉપડશે જે સવારે ૮. વાગ્યા સુધી મા માતાનાં મઢ પહોંચશે જે બસ નો વિધિવત્ પ્રારંભ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા ના અદયક્ષ સ્થાને સોમનાથ એસ.ટી કન્ટ્રોલ પોઈન્ટ પર થી કરવામાં આવેલ જેમા ટીસી લક્ષમણ ભાઈ બાલાસરા બસ ના ડ્રાઈવર અને કન્ડક્ટર તથા વેરાવળ પાટણ સનાતન હિન્દૂ સેવા સમાજ નાં મહામંત્રી તેમજ સોરઠીયા વાણંદ સમાજ ના પ્રમુખ શ્રી મહેશ ભાઈ વાજા સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ ના માજી પ્રમુખ લક્ષમીદાસ ભાઈ સાગર અને દશનામ સાધુ સમાજ ના અગ્રણી શ્રી પ્રવિણગિરિ તથા સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના સોની યોગેશ ભાઈ પી સતીકુંવર ની ઉપસ્થિતિ માં બસ નો પ્રારંભ કરાવી મુસાફરો ને આ સુવિધા નો લાભ લેવા અનુરોધ કર્યો છે.
રીપોર્ટ: કાજલ ભટ્ટ દ્વારા તાલાલા ગીર