ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકની જીવાદોરી સમાન ગીરના જંગલમાં આવેલ કમલેશ્વર ડેમમાં છેલ્લા બે દિવસથી અવિરત નવા પાણીનો પ્રવાહ આવતો હોય ડેમ અડધો ફૂટ ઓવરફ્લો થયો છે.
તાલાલા સિંચાઇ વિભાગના મદદનીશ ઈજનેર શ્રી નરેન્દ્રભાઇ પિઠીયા નાં જણાવ્યા પ્રમાણે છેલ્લા ત્રણ દિવસથી ગીરના જંગલમાં અવિરત વરસાદ પડતો હોય ડેમના પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે,અત્યારે ડેમ અડધો ફૂટ ઓવરફ્લો થયો છે,હજી પણ ડેમમાં નવા પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે,કમલેશ્વર ડેમ અડધો ફૂટ ઓવરફ્લો થયો હોય સાસણ થી તાલાલા સુધીની હિરણ નદીના પાણીનાં પ્રવાહમાં પણ વધારો થઈ રહ્યો છે.
રીપોર્ટ: કાજલ ભટ્ટ તાલાલા ગીર