Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

હર ઘર તિરંગા અંતર્ગત લોકવિજ્ઞાનકેન્દ્ર ધ્રોલ દ્વારા ડીએનએ આકારના તિરંગાની બનાવટ વર્કશોપ યોજાયો

ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને એમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલ સંચાલિત શ્રી એમ ડી મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર ધ્રોલ દ્વારા જામનગર જિલ્લાના 350 બાળકો માટે હર ઘર તિરંગા ઉજવણી અંતર્ગત ” ડીએનએ આકારના તિરંગા બનાવટ ” કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ. જેમાં 350 બાળકોને 50 જૂથમાં વિભાજીત કરી તેઓને ડીએનએ એટલે શું ??, આઝાદીના 75 વર્ષનું મહત્વ , હર ઘર તિરંગા નું મહત્વ , સાથે ડીએનએ આકારના તિરંગા કઈ રીતે બનાવવો ?? તે અંગેની સંપૂર્ણ વિગત બાળકોને પ્રવૃત્તિમાયી રીતે આપવામાં આવેલ . દરેક બાળકોએ ઉત્કૃષ્ટ ડીએનએ આકારનું મોડેલ બનાવેલ . તજજ્ઞ તરીકે કેન્દ્રના ડો સંજય પંડ્યા રહેલ . બાળકોએ વિજ્ઞાન સાથે કરેલ ભારતીય પ્રેમ અને લાગણી બાળકોમાં જોવા મળેલ તે બદલ સંસ્થાના ચેરમેનશ્રી ધર્મેશભાઈ મહેતા અને સેક્રેટરીશ્રી સુધાબેન ખંઢેરીએ અભિનંદન પાઠવેલ

શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર

Related posts

જૂનાગઢનાં વિસાવદરમાં તાલુકા પત્રકાર એકતા પરિષદની બેઠક મળી સર્વાનુમતે હોદેદારોની નિમણૂક

જામનગર મહાનગરપાલિકા મિલ્કત વેરા શાખા ઘ્વારા બાકી રકમ માટે અનુસૂચિ તથા વોરંટ બજાવવામાં આવેલ છે.

Gujarat Darshan Samachar

ગીર સોમનાથ જિલ્લાના ખજુદ્રા, સૈયદ રાજપરા તેમજ કોડીનાર,પીપળીમાં થયું વંદે ગુજરાત વિકાસયાત્રાનું આગમન

Leave a Comment

टॉप न्यूज़