ગાંધીધામના જૂની સુંદરપુરી મહેશ્વરી સમાજ દ્વારા મહેશ્વરી સમાજ નાં એવા પાવન વ્રત (ગોરખુઙા) નિમિત્તે તથા ગૌ-માતા મા ફેલાયેલ લમ્પી વાયરસ થી ગૌ-માતા જલ્દી સ્વસ્થ થાય તે માટે મહાઠાઠ નું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા બારમતિ પંથ મહેશ્વરી સમાજના ભાઈઓ, બહેનો, વડિલો, યુવાનો.અને જુની સુદંરપુરી મહેશ્વરી સમાજ ની ગોરખુડા વ્રતધારી બહેનો બહોડી સંખ્યામાં ઉપસ્થિત રહી ને જ્ઞાનવાણીનુ જ્ઞાન લીધું હતું અને વ્રતધારી બહેનોને એક મોમેન્ટો અને ચૂંદડીથી સન્માન કરવામાં આવ્યું હતું જેમા વક્તા તરીકે ચેતનભાઈ મતિયા પચાણભાઈ મતીયા ભીમજીભાઈ મતિયા હતા તથા રામજીભાઈ મારાજ ભલુભાઈ મારાજ હાજર રહ્યા હતા આ મહાઠાઠને સફળ બનાવવા માટે જુની સુંદરપુરી મહેશ્વરી સમાજ ના કારોબારી સમિતીના પ્રમુખ-શીવજીભાઈ કોચરા,મહામંત્રી જયેસ સંજોટ,જુમાભાઈ સોંધરા,માવજીભાઈ ધુવા,ચંદ્રેશભાઈ ભોઈયા, ગોવિદભાઈ ધેડા, હરીભાઈ ભરાડીયા ,કાનજીભાઈ સુઢા, જુમાભાઈ કન્નર, આલારામ રોશિયા, કરસનભાઈ ફમ્મા, કરસનભાઈ પાતારીયા તથા દિનેશભાઈ સૂડીયા, પ્રકાશભાઈ મતિયા અને વેલજીભાઈ માતંગ સહિતના આયોજકો આગેવાનો એ જહેમત ઉઠાવી હતી
રિપોર્ટર – ભારતી માખીજાણી – ગાંધીધામ