જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ નાઓની સુચના તથા એલ.સી.બી. ના પો.ઇન્સ.શ્રી કે.કે.ગોહીલ ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પૌ.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા તથા સ્ટાફના માણસો પવિત્ર શ્રાવણ માસ અન્વયે જામનગર શહેર વિસ્તારમાં પ્રોહી જુગારની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના અજયસિંહ ઝાલા, યશપાલસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા તથા યોગરાજસિંહ રાણાને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમાં નાગેશ્વર કોલોનીમા મહાકાળી માતાના મંદીર પાછળ રહેતા પરેશભાઇ ઉર્ફે પિન્ટુ ભુપતભાઇ ડોણશીયાના રહેણાંક મકાન માંથી નીચે લખ્યા નામ વાળા આરોપીઓના કબ્જા માંથી દેશી દારૂ લી. ૧૪૫ કિ.રૂ. ૨૯૦૦/- તથા એક વીવો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ. ૫૦૦૦/- મળી કુલ રૂ. ૭૯૦૦/- નો મુદામાલ મળી આવતા કબ્જે કરી મજકુર આરોપી વિરૂધ્ધ પો.હેડ કોન્સ. યશપાલસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્સ. દોલતસિંહ જાડેજાએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. દારૂ સપ્લાય કરનાર આરોપીઓ સુરેશભાઇ તથા સતીશ અશોકભાઇ રહે. બંને જામનગર વાળાઓને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે. (૧) પરેશભાઇ ઉર્ફે પિન્ટુ ભુપતભાઇ ડોણશીયા રહે.નાગેશ્વર કોલોની જામનગર (૨) વિશાલ વિનોદભાઇ બારીયા રહે.નાગેશ્વર કોલોની જામનગર
આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી કે.કે.ગોહીલની સુચના થી પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા, તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, અજયસિંહ ઝાલા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર,બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર,દયારામ ત્રિવેદી તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે
યોગેશ ઝાલા – જામનગર
.