જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડૅલ સાહેબ નાઓની સુચના તથા એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી કે.કે.ગોહીલના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર તથા સિકકા પો.સ્ટે. વિસ્તારમા વણશોધાયેલ ગુનાઓ શોધી તથા પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા,
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના દોલતસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યશપાલસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલ ખાનગી હકિકત આધારે સિકકામાં પંચવટીમાં પ્રણવરાજ સ્કુલની પાછળ મહિપતસિંહ જાડેજાની માલીકીની ઓરડી માંથી નીચે લખ્યા નામ વાળા ઇસમોના કબ્જા માંથી રીલાયન્સ કંપનીના નાના મોટા બાટલા નંગ-૧૭ કિ.રૂ. ૩૮,૦૦૦/- તથા ગેસ રીફીલીંગના સાધનો, પકડ, પાના, મોબાઇલ ફોન નંગ-ર તથા રોકડ રૂપીયા ૫૭૬૦/- મળી કુલ રૂ. ૬૧,૯૬૦/- નો મુદામાલ બિલ આધાર વગરનો મળી આવતા શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરી મજકુર ઇસમો વિરૂધ્ધ પોલીસ હેડ કોન્સ દોલતસિંહ જાડેજાએ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. મજકુરોની ગેસ રીફીલીંગ બાબતે પુછપરછ કરતા મહિપતસિંહ જાડેજાના કહેવાથી ગેસ રીફીલીંગ કરતા હોવાનું જણાવેલ,
(૧) મુસ્તાકભાઇ ઉમરભાઇ મનોરીયા રહે. પંચવટી સોસાયટી, પ્રણવરાજ સ્કુલ પાસે, સિકકા તા.જી.જામનગર (૨) નિમ્બરભાઇ સુકઇભાઇ રહે. હાલ સિકકા ધમેન્દ્રસિંહ જાડેજાની ઓરડીમાં તા.જી.જામનગર મુળ- યુ.પી.
આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી કે.કે.ગોહીલની સુચના થી પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા, તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, વિગેરે દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી
ઉમેશ માવાણી – જામનગર