Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

સ્લમ વિસ્તારની દિકરીઓએ તિરંગાના પ્રતિક વાળી રાખડીઓ જાતે બનાવી કલેક્ટરશ્રી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને બાંધી રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી

રક્ષાબંધનનો તહેવાર એ ભાઈ બહેન વચ્ચેના અનોખા પ્રેમ અને લાગણીનો તહેવાર છે. આ તહેવારમાં ભાઈ તરફથી બહેનોને રક્ષણ આપવાની ખાતરી આપવામાં આવતી હોય છે અને સાથો સાથ દુઃખમાં, તકલીફમાં અથવા તો જ્યાં મદદની જરૂ પડે ત્યાં ભાઈ હંમેશા બહેનની સાથે રહશે અને બહેનીની તકલીફો સમજી તેને દુર કરવા માટેના પ્રયત્નો કરશે એવા રાખડી બાંધવાની સાથો સાથ વચનો પણ બંધાતા હોય છે.

ભાઈ-બહેનના આવા રક્ષાબંધનના મહત્વના તહેવારને વધુ ખાસ અને સાર્થક બનાવવાના હેતુથી સ્વ.જે.વી.નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અંતગર્ત ચાલતા પ્રોજેક્ટ ચાઈલ્ડલાઈન 1098ના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી જમનભાઈ સોજીત્રા અને તેમની સમગ્ર સીટી ચાઈલ્ડલાઈન 1098 અને રેલ્વે ચાઈલ્ડ હેલ્પ ડેસ્કટીમ દ્વારા રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

 

આ રક્ષાબંધનની ઉજવણીમાં મહત્વની બાબત એ હતી કે બાળકોના અધિકારો, હકોનું રક્ષણ કરતા, શોષણને અટકાવતા તેમજ બાળકોના હિતો અને વિકાસ માટે કાર્ય કરતા એવા કલેકટરશ્રીને,પોલીસ અધીક્ષકશ્રી, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ કમિશ્નરશ્રીને, સીટી મામલતદારશ્રીને, સમાજ સુરક્ષા વિભાગના જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી સહ જીલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીશ્રીને, બાળ સુરક્ષા એકમના જીલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીને,શિક્ષણ વિભાગના જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીને, જામનગર રેલ્વે વિભાગના સ્ટેશન મેનેજરશ્રીને, રેલ્વે પોલીસ ફોર્સના IPF અને SIPF વગેરે અધિકારીઓને સ્લમ વિસ્તારની દિકરીઓએ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. અધિકારીઓને બાંધવામાં આવેલ રાખડીની વિશેષતા એ હતી કે આ રાખડીઓ દિકરીઓએ જાતે બનાવી હતી અને 15મી ઓગસ્ટના પર્વને ધ્યાને રાખી તિરંગાનો રંગ અપાયો હતો.

 

આ અનોખી ઉજવણી અંગે 1098 ના કો-ઓર્ડીનેટર ગીતા જોશી જણાવે છે કે જુદાજુદા વિભાગના અધિકારીઓને સ્લમ વિસ્તારની દિકરીઓ દ્વારા રાખડી બંધાવવા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે સ્લમ વિસ્તારની દિકરીઓ પોતે બનાવેલી રાખડીઓ અધિકારીઓને બાંધે તો તેની કલાને પ્રોત્સાહન મળે તેમજ દિકરીઓએ જાતે બનાવેલ રાખડી સ્વહસ્તે જ જુદાજુદા અધિકારીઓને બાંધે ભવિષ્યમાં ક્યારેય કોઈ દિકરી મુશ્કેલીમાં હોઈ તો તેને જે તે વિભાગના અધિકારીઓને રાખડીઓ બાંધી હતી ત્યાંથી રક્ષણ,સુરક્ષા,મદદ અને માર્ગદર્શન મળી રહેશે એવો વિશ્વાસ સંપાદન થાય.

સમાજમાં જરૂર પડ્યે રક્ષણ,સુરક્ષા,મદદ અને માર્ગદર્શન લગત વિભાગો અને અધિકારીઓ દ્વારા બાળકોને મળી રહેશે એવા જામનગર સીટી ચાઈલ્ડલાઈન 1098 અને રેલ્વે હેલ્પ ડેસ્કની સમગ્ર ટીમ દ્વારા નવીનતમ તેમજ અસરકારક રીતે કરવામાં આવેલ પ્રયાસ હેઠળ રક્ષાબંધના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

ઉમેશ માવાણી – જામનગર

Related posts

કોંગ્રેસના પૂર્વ જિલ્લા પંચાયતનાના ઉપપ્રમુખ આમ આદમી પાર્ટી માં જોડાયા

Gujarat Darshan Samachar

મોંઘવારી મુદ્દે જામનગરમાં કોંગ્રેસ દ્વારા ધરણાં

જામનગરનાં હડિયાણા ગામે પોષણ રેલીનું આયોજન કરી ઢોલકના સુર સાથે.. પોષણ કીટ વિતરણ કરવામાં આવી અને જાગૃત બનવા લોકોને સંદેશ આપ્યો

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़