Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

જામનગર શહેરમાંથી ડીગ્રી વગરના ડોકટરને કુલ મુદામાલ કિ.રૂ.૨૭૫૧/-સાથે પકડી પાડતી જામનગર એસ.ઓ.જી. પોલીસ

ડીગ્રી વગરના ડોક્ટર જીલાની ઇલીયાસભાઇ, જે “રજવી કલીનીક” નામનું દવાખાનુ ચલાવતા ઝડપાયા 

જામનગરના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સા.નાઓની સુચના તથા એસ.ઓ.જી. ના ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર શ્રી કે.જે.ભોયે સાહેબ તથા પો.સબ ઇન્સ. શ્રી એ.એસ.ગરચર સાહેબના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ મકવાણા તથા શોભરાજસિંહ જાડેજા તથા રવિભાઇ બુજડને બાતમી મળેલ કે, જામનગર,બેડેશ્વરવિસ્તારમાં રામ મંદિર ચોક પાસે જીલાની શિવાણિ નામનો ઈસમ મેડીકલ ડોકટરને લગતી ડિગ્રી ધરાવતા ના હોવા છતા “રજવી કલીનીક” નામનું દવાખાનુ ખોલી મજકુર ઇસમ દર્દીઓને તપાસી તે દર્દી ઓને અલગ અલગ પ્રકારની દવાઓ આપી પૈસા વસુલ કરે છે.તેવી હકિકત આધારે રેઇડ કરી મજકુરના કબ્જામાથી (૧)STETHOSCOPE કંપનીનુ સ્ટેથો સ્કોપ-૧ કી.રૂ.૩૦૦/-(૨) ડાઇમેન્ડ કંપનીનુ બી.પી. માપવાનુ મશીન કી.રૂ.૧૦૦૦/-(૩) સફલ કંપનીના ગ્લુકોશ ના ૫૦૦ એમ.એલ ના પ્રવાહી ભરેલ બાટલા નંગ-૧૮, એક બાટલાની કી.રૂ.૪૦ એમ બાટલાની કુલ કી રૂ.૭૨૦/-(૪) નિટેક્સ કંપનીઓના ઈન્જેકશન નંગ-૪, કિ.રૂ.૪૦/- (૫) ડીસ્પોવેન સીરીંઝ નંગ-૧ એક ની કિ.રૂ.ર તથા નિટલ (સોય) નંગ-૫ કિ રૂ.૧૦ એમ કુલ કુલ કિ.રૂ.૧૨/ (૬) કુફ ડોઝ કંપની સિરફ ની બોટલ નંગ-૨ એક ની કિંમત રૂ.-૮૦ એમ નંગ-૨ ની કુલ કિ.રૂ-૧૬૦/-(૭) જુદી-જુદી કંપનીઓની એલોપેથી દવાઓ કુલ કી.રૂ.૫૧૯/- ગણી એમ કુલ રૂ.૨૭૫૧/- નો મુદામાલ કબ્જે કરી મજકુર વિરૂધ્ધ ગુજરાત મેડકીલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

આરોપી નામ જીલાની ઇલીયાસભાઇ શિવાણિ ઉવ.૩૦ રહે- સનસીટી-ડી પી-૫/૨-૧ મોરકંડા રોડ શેરી નં-૭,જામનગર

આ કાર્યવાહી ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર શ્રી કે.જે.ભોયે સા. ની સુચના થી પો.સબ.ઇન્સ.એ.એસ.ગળચર તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.

 

યોગેશ ઝાલા – જામનગર

Related posts

વાંકાનેર : દબંગ સી.પી.આઇ., બી.પી. સોનારા ડીગ્રેડ થતાં હવે પીએસઆઈ ની ફરજ બજાવશે…

Gujarat Darshan Samachar

જામનગર શહેરમાં રહેણાંક મકાન માંથી ઇગ્લીશ દારૂ બોટલ નંગ-૧૩૬ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૫૯,૪૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી જામનગર – એલ.સી.બી.પોલીસ

Gujarat Darshan Samachar

જામનગરમાં આઉટસોર્સિંગ કર્મચારી અવાજ દબાવ્યો, ઉચ્ચ અધિકારીઓએ મજબૂરીનો લાભ ઉઠાવ્યો

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़