આમ આદમી પાર્ટી જામનગર શહેર 78 વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર તરીકે તાજેતરમાં આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા બીજી યાદીમાં જામનગર શહેર અધ્યક્ષ કરસન ભાઈ કરમુર નું નામ જાહેર કરવામાં આવ્યું સાતમના દિવસે જ આ યાદી નવા ૨૦ ઉમેદવારોના નામ જાહેર થતા ગુજરાતભરના અને ખાસ કરીને જામનગર શહેરના આમ આદમી પાર્ટી ના કાર્યકરોમાં અનેરા ઉત્સાહની લાગણી વ્યાપી છે
૭૮ વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર જાહેર થયેલા કરસનભાઈ કરમુર ના સન્માનનો કાર્યક્રમ ગત રવિવારે તારીખ 21/ 8 /2022 ના રોજ જામનગર શહેર ના વોર્ડ નંબર 6 મા આવેલા ભગવતી પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યો હતોઆ કાર્યક્રમમાં જામનગર શહેર ઓબીસી મોરચાના નવા હોદ્દેદારોની નિમણૂક પણ કરવામાં આવી હતી
કાર્યક્રમમાં કરસનભાઈ કરમુર નું ત્યાં ઉપસ્થિત કાર્યકર્તા હોદ્દેદારો દ્વારા વિવિધ રીતે સન્માન કરવામાં આવ્યું અને દરેકે કરસન ભાઈ કરમુર ને ઉમેદવાર તરીકે જાહેર થતા અભિનંદન પણ પાઠવ્યા આ કાર્યક્રમમાં એસ બી શર્મા ઇન્ટરનેશનલ સ્કૂલના શિવસાગર ભાઈ શર્મા અને ડોક્ટર પૂજાબેન શર્માએ કરસન ભાઈ કરમુર બુકે દ્વારા સન્માન કર્યું હતું જ્યારે ગજેન્દ્ર સિંહ જાડેજા અને જયપાલસિંહ જાડેજાએ કરસન ભાઈ કરમુર ને પાઘડી પહેરાવી સન્માનિત કર્યા આ ઉપરાંત મહેબુબભાઇ સફિયા એ ફુલહાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું અને ચેતનભાઇ કંડોરીયા સહિતના કાર્યકરોએ અહીં ઉપસ્થિત કરસન ભાઈ કરમુર ,વજસી ભાઈ વારોતરીયા ,મયુર ભાઈ ચાવડા તેમજ અન્ય હોદ્દેદારોનું ફૂલહારથી સન્માન કર્યું હતું
બાદમાં ઓબીસી મોરચાના પ્રમુખ વજસી વારોતરીયા દ્વારા જામનગર શહેર ઓબીસી મોરચાના નવા હોદ્દેદારોની નિમણૂક અંગે જાહેરાત કરી હતી જેમાં જામનગર શહેર ઓબીસી મોરચાના ઉપપ્રમુખ તરીકે હરીશભાઇ જગતિયા, જગુભાઈ જેસાભાઈ ચંદ્રવાડીયા અને કેશુભાઈ ચાવડા ના નામની જાહેરાત કરાઈ હતી જ્યારે ઓબીસી મોરચાના મહામંત્રી પદ માટે સામરાજભાઈ ગઢવી, ભરતભાઈ ગોજીયા ની તેમજ વિજયભાઈ લાડવાને સોશિયલ મિડિયાની જવાબદારી સોંપવામાં આવી આ ઉપરાંત ખજાનચી ની જવાબદારી સંજીવભાઈ ધોકિયા તેમજ લીગલ સેલ માં જયદેવભાઈ વકીલે ને જવાબદારી સોંપાઈ હ
આ કાર્યક્રમમાં 78 વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર અને શહેર અધ્યક્ષ કરસન ભાઈ કરમુર, પ્રદેશ યુવા ઉપપ્રમુખ વિશાલભાઈ ત્યાગી ,લોકસભા પ્રમુખ દુર્ગેશભાઇ ગડલિંગ, લોકસભા સચિવ ભાવેશભાઈ સભાડીયા ,જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ દૉગા, મહામંત્રી આશિષભાઈ કંટારીયા ,ઓબીસી મોરચાના પ્રમુખ વજસીભાઈ વારોતરીયા, પ્રદેશના હોદ્દેદારો દિપાલીબેન મંગે ,મહિલા પ્રમુખ ચેતનાબેન પુરોહિત ,યુવા પ્રમુખ મયુરભાઈ ચાવડા, અતિથિ કે પી બથવાર, એસ બી શર્મા ઇન્ટરનેશનલ સ્કૂલ ના શિવસાગરભાઈ શર્મા તેમજ ડોક્ટર પૂજાબેન શર્મા અને નવાગામ ઘેેડ મુસ્લિમ સમાજ પ્રમુખ મહેબુબ ભાઈ સફિયા તેમજ જામનગરના જુદા જુદા મોરચાના હોદેદારો, સંગઠન મંત્રીઓ ,સહ સંગઠન મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમનું સંચાલન ઇવેન્ટ ઇન્ચાર્જ અશ્વિનભાઈ વારા તેમજ આશિષભાઈ સોજીત્રા , નિલેશભાઈ ભાલાળા દ્વારા કરવામાં આવ્યું હતું
યોગેશ ઝાલા – જામનગર