Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

બનાસકાંઠામાં મુશળધાર વરસાદથી તારાજી સર્જાઈ, અનેક ઘરોમાં 4 ફૂટ પાણી ભરાયા

બનાસકાંઠાના કાંકરેજ ખોડામાં ગઈકાલે પડેલા ભારે વરસાદને પગલે શાળા, આંગણવાડી, પંચાયતમાં પણ ભરાઈ ગયા પાણી

બનાસકાંઠામાં ગઈકાલે પડેલા વરસાદને કારણે તારાજી સર્જી હતી. ભારે વરસાદને કારણે ઠેર ઠેર ઘૂંટણ સમા પાણી ભરાય ગયા હતા. ગુજરાતમાં હવામાન ખાતાની આગાહી મુજબ બનાસકાંઠાના કાંકરેજ ખોડામાં પડેલા મુશળધાર વરસાદના પગલે અનેક ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા. ધોધમાર વરસાદથી ગામની શાળા,આંગણવાડી,પંચાયતમાં ભરાયા હતા ચાર-ચાર ફૂટ પાણી

ભારે વરસાદના પગલે ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું હતું. ગઈકાલે પડેલા વરસાદના કારણે નીચાણવાળા ગામોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા. ખેડાગામમાં નીચાણવાના વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિક લોકોનું સ્થળતર કરવામાં આવ્યું હતું. છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને કારેન સર્વત્ર પાણી જ પાણી થઇ ગયું છે.

તો બીજી તરફ બનાસકાંઠામાં પડેલા ભારે વરસાદના કારણે ડીસાના ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં પાણી ભરાઈ જતા બેટમાં ફેરવાઈ ગયા હતા. ડીસાના મોટી આખોલ,ગલાલપુરા, માલગઢ,કંસારી, પેપળુ,રાણપુર,પરબડી સહિતના અનેક ગામોમાં ખેતરોમાં ફરી વળ્યા પાણી. ખેતરોમાં કમર સુધી પાણી ફરીવળતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સતત પડેલા વરસાદના પગલે ડીસાના ગલાલપુરના ખેડૂતના ઘર સુધી પહોંચ્યા હતા પાણી.

ભારે વરસાદ પડવાને કારણે ઘાસચારો, પશુધન માટેનો સમાન પાણીમાં ડૂબી ગયા હતા. આ વરસાદમાં 25 વીઘામાં વાવેલ મગફળીના પાક કમર સુધી પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ભારે વરસાદથી થયેલા નુકશાન માટે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરવામાં આવી હતી.

Related posts

પિંક ફાઉન્ડેશન દ્વારા આયોજિત શક્તિ મહોત્સવ ૨૦૨૨ યોજી કર્યું નવરાત્રિનું વેલ કમ..!!

Gujarat Darshan Samachar

ગુજરાત રાજ્યમાંથી સી સ્કાઉટ ટ્રેનીંગ માટે એક માત્ર શ્રીમમતાબેનની પસંદગી થયેલ જેના અનુસંધાને ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ના હસ્તે સન્માન કરવામાં આવેલ.

Gujarat Darshan Samachar

દામનગર ગુરૂકુળ ખાતે રાજ્ય યોગ બોર્ડ ના ચેરમેન ની અધ્યક્ષતા માં યોગ સંવાદ યોજાયો…

Leave a Comment

टॉप न्यूज़