ભારત સરકારના કેન્દ્રીય મંત્રીશ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર ડો. મનસુખભાઈ માંડવિયા દ્વારા પાલીતાણા હોસ્પિટલ ખાતે ટેલીમેડીસીન સેવાઓનો શુભારંભ કરાવવામાં આવ્યો.
ડો. મનસુખભાઇ માંડવિયા દ્વારા પાલીતાણા તથા આસપાસના તાલુકાઓના લોકોને તજજ્ઞોની સેવાઓ મળી રહે તે માટે AIIMS રાજકોટ સાથે જોડાણ કરી AIIMS રાજકોટ ના સ્પેશ્યાલિસ્ટ ડોકટરોની સેવાઓ પાલીતાણા ખાતે ટેલીમેડીસીન મારફત મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી. હૃદયરોગ, કિડનીના રોગો, કૅન્સર, સાયકીયાટ્રીસ્ટ વિગેરે તજજ્ઞોની સેવાઓ મળતા બહારગામ ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે. આ પ્રસંગે ભા.જ.પ. પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ AIIMS ના ડાયરેકટર પ્રો. ડો. કર્નલ CDS કટોચ ઓનલાઈન જોડાયા હતા. RDD ડો. મનીષકુમાર ફેન્સી, RCHO. ડો.સોલંકી, THO ડો.મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ ના સંકલન માટે AIIMS રાજકોટથી ડો. કૃપાલ જોશી તથા ડો. ઉત્સવ પારેખ તથા RPC યોગેશ્વર ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલ ખાતે ટેલીમેડીસીન સેવાઓનો લાભ લેવા લોકોને અધિક્ષક ડો. કલ્પના ચૌહાણ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો.
રીપોર્ટર મિતરાજસિંહ સરવૈયા પાલીતાણા